તમે પણ ઘણીવાર વાંદરાને જોયાં જ હશે. વાંદરાને હનુમાનજીનું સ્વરૂપ માનવામાં આવે છે. આજ અમે આપને જે વાત જણાવવા માટે જઈ રહ્યાં છીએ એને સાંભળીને આપને પણ ખુબ જ નવાઈ લાગશે કે ઘણાં વાંદરાઓનું વજન ફક્ત 100 ગ્રામ જેટલુ જ જોવાં મળતું હોય છે.
આપ એવું ન વિચારશો કે તે એક કુપોષીત વાંદરો છે. જો કે, વાંદરાની આ પ્રજાતિનું વજન આટલું જ જોવાં મળે છે. હાલમાં જ એનો એક વિડીયો સામે આવી રહ્યો છે. IFS ઓફિસર પરવીન કાસવા એ તેને ટ્વીટર પર શેર કરેલો છે.
Pygmy Marmosets are world’s smallest monkeys. Only 100 gram when fully grown. These small but cute at Symbio WP. pic.twitter.com/1uK3NlkdiL
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) August 4, 2020
પરવિન કાસવા જણાવતાં કહે છે કે, પિગ્મી માર્મોસેટ એ વિશ્વનાં સૌથી નાના વાંદરાની પ્રજાતિ હોય છે. આ વાંદરાની પ્રજાતિમાં વાંદરાઓ જ્યારે પણ મોટા થાય છે, ત્યારે પણ તેમનું વજન માત્ર 100 ગ્રામ જેટલું જ જોવાં મળે છે. આ વાંદરાઓ ખુબ જ નાના તેમજ ક્યુટ પણ હોય છે.
આ વિડીયોને અત્યાર સુધીમાં કુલ 23,000થી પણ વધારે વ્યુઝ મળી ચુક્યાં છે. આ વિડીયોમાં આપ પણ જોઈ શકો છો, કે પિગ્મી માર્મોસેટ દ્રાક્ષ ખાઈ રહ્યાં છે. લોકોએ આ વિડીયો જોઈને ઘણી કોમેન્ટ મારીને જણાવતાં કહ્યું છે, કે ખરેખર તે ખુબ જ સુંદર છે.
આ વાંદરાની પ્રજાતિ બ્રાઝીલ, પેરૂ તેમજ એક્વાડોરનાં જંગલોમાં જોવાં મળે છે. તેનો આકાર આપણી 1 આંગળી કરતાં પણ ઓછો જોવાં મળે છે. તેનો પંજો પણ ઘણો નાનો હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP