Gujarat Heavy Rain News July 2023: સમગ્ર ગુજરાત રાજ્યમાં ગત 25 જૂનથી ચોમાસું બેસી ગયું છે અને જે બાદથી સમગ્ર ગુજરાતમાં બરાબરનો વરસાદી માહોલ જામી ગયો છે. મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાત રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી(Gujarat Heavy Rain News) રહ્યો છે. ત્યારે રવિવારે પણ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.
છેલ્લા 24 કલાકમાં 81 તાલુકામાં વરસ્યો વરસાદ
ગુજરાત રાજ્યમાં 24 કલાકમાં 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમાં સૌથી વધુ વરસાદ એટલેકે 5 ઈંચ વરસાદ જૂનાગઢના મેંદરડામાં નોંધાયો છે. જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ મેંદરડામાં ધમાકેદાર બેટિંગ કરી છે અને તેના કારણે અહીં ચારે બાજુ ફક્ત પાણી-પાણી જ જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં મેંદરડા ઉપરાંત તાલાલામાં 3.5 ઈંચ વરસાદ, વાલિયામાં સવા 2 ઈંચ વરસાદ, વંથલીમાં પોણા 2 ઈંચ વરસાદ, કપરાડામાં પોણા 2 ઈંચ વરસાદ, કેશોદમાં 1.5 ઈંચ વરસાદ, દાહોદમાં 1.5 ઈંચ વરસાદ, માળિયા હાટીનામાં 1.5 ઈંચ વરસાદ, ડોલવણમાં 1.5 ઈંચ વરસાદ, સુત્રાપાડામાં 1.5 ઈંચ વરસાદ, ધરમપુરમાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગઢડામાં સવા ઈંચ વરસાદ, માંગરોળમાં સવા ઈંચ વરસાદ, ડાંગમાં સવા ઈંચ વરસાદ, ખાંભામાં સવા ઈંચ વરસાદ, ગારિયાધારમાં સવા ઈંચ વરસાદ, રાજુલામાં 1 ઈંચ વરસાદ વરસાદ વરસ્યો છે.
ગુજરાત રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદના પગલે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી છે. તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ખુબજ પાણી ભરાઈ ગયું છે અને નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, તો કોઝવે પાણીમાં ડૂબી ગયા છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળતા કેટલાંક રસ્તાઓને બંધ કરવાની ફરજ પડી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube