હવામાન ખાતાએ આજે ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે. અંદામાન સમુદ્ર અને આંદામાન અને નિકોબાર આઇલેન્ડ પર ચોમાસું ટૂંક સમયમાં આવી રહ્યું છે. ચોમાસું અંદાજે 16 મેની આસપાસ આંદામાન સમુદ્ર, આંદામાન નિકોબાર પહોંચશે. ભારત હવામાન ખાતાની આગાહી મુજબ ચોમાસું 15 મેના રોજ દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં આવી જશે. 16 મેની સાંજ સુધીમાં, દક્ષિણ-પશ્ચિમ અને તેની બાજુના પશ્ચિમ-મધ્ય ખાડીમાં ચક્રવાત તોફાન આવી શકે છે.
1 જૂનથી કેરળમાં ચોમાસુ બેસી જશે
મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશના ભાગોમાં ચોમાસું સામાન્ય તારીખોની તુલનામાં 3-7 દિવસ મોડું થશે.
દેશની રાજધાની દિલ્હીમાં ચોમાસાની સામાન્ય શરૂઆત 23 જૂનથી 27 જૂનની આગાહી કરવામાં આવી છે. તેવી જ રીતે, મુંબઇ અને કોલકાતાની તારીખોમાં 10 થી 11 જૂન અને ચેન્નાઇમાં 1 થી 4 જૂન સુધીની તારીખમાં સુધારો કરવામાં આવ્યો છે.
ચક્રવાત ચોમાસાની પ્રગતિમાં કરશે મદદ
ચક્રવાત ચેતવણી વિભાગે જણાવ્યું હતું કે સિસ્ટમ સતત દેખરેખ હેઠળ છે અને સંબંધિત રાજ્ય સરકારોને નિયમિત પણે જાણ થઈ રહી છે. ચક્રવાત આવી રહ્યું છે તે, ચોમાસાની પ્રગતિમાં મદદ કરશે, જે આ વર્ષે સામાન્ય રહેવાની સંભાવના છે.
કેરળમાં ચોમાસું 1 જૂનથી શરૂ થઈ શકે છે. જે બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વખતે દેશમાં ચાર મહિના સુધી વરસાદની મોસમ રહેશે. આ વર્ષથી, આઇએમડીએ 1960-2019ના ડેટાના આધારે દેશના ઘણા ભાગો માટે ચોમાસાની શરૂઆત અને પરત ફરવાની તારીખોમાં પણ સુધારો કર્યો છે.
મધ્ય અને પૂર્વ ભારતના ભાગોમાં ચોમાસાનું આગમન 3 થી 7 દિવસ મોડું
અગાઉની તારીખો 1901 થી 1940 સુધીના ડેટા પર આધારિત હતી. કેટલાક વર્ષોમાં ચોમાસાના આગમન અને પૂર્હુણતીમાં ફેરફાર થયો છે. આમાં લગભગ એક અઠવાડિયાનો તફાવત રહ્યો છે. ખાસ કરીને મધ્ય અને પૂર્વ ભારતના ભાગોમાં ચોમાસાનું આગમન 3 થી 7 દિવસ મોડું થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news