છેલ્લા દોઢ મહિનાથી રમાઈ રહેલી ipl ની ફાઇનલ હાલમાં અધ્ધરતાલ છે. ગઈકાલે ipl ની ફાઇનલ દરમિયાન વરસાદ (Rain in IPL forecast) પડતા એક પણ બોલ રમાયો ન હતો. ત્યારે રિઝર્વ ડેના દિવસે આઇપીએલ રમાડવાનું નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજીન લાલ એ આજે ફરીથી અમદાવાદીઓ અને ક્રિકેટ રસીયાઓના શ્વાસ આસમાને પહોંચાડી દીધા છે.
હવામાન વૈજ્ઞાનિક વિજીન લાલે (Meteorological Scientist Vijin Lal) આગાહી કરી છે કે અમદાવાદ શહેરમાં સાંજના સમયે ભારે પવન સાથે વરસાદ આવશે. પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામશે. આજથી બે દિવસ સુધી કમોસમી વરસાદ થઈ શકે છે.
વીજીન લાલ એ જણાવ્યું છે કે ન માત્ર અમદાવાદ પરંતુ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મોરબી, ભરૂચ, વડોદરા, કચ્છ, દાહોદ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડશે આ વરસાદનું કારણ વેસ્ટન ડિસ્ટર્બન્સ ગણાવવામાં આવી રહ્યો છે. જેના કારણે રાજ્યભરમાં વરસાદ થશે.
હવામાન વિભાગની આગાહીના અનુસંધાને વાત કરીએ તો, વરસાદના કારણે બીજા દિવસે પણ ફાઇનલ મેચ પ્રભાવિત થઈ શકે છે. અને ગુજરાત ભરમાં બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉભો પાક ધરાવતા ખેડૂતોના શ્વાસ અધર છે. સાથે સાથે માર્કેટયાર્ડમાં આવેલા માલ ને સુરક્ષિત રાખવાનું પણ જવાબદારી હવે ખેડૂતો અને માર્કેટ સંચાલકો પર આવી ગઈ છે.
અમદાવાદમાં આજે ફરી વરસાદની આગાહી:
અંબાલાલ પટેલની આગાહી મુજબ આજે પણ રાજ્યના અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, આણંદ, વડોદરામાં પણ વરસાદ ખાબકી શકે છે.
ગુજરાતમાં ગરમી અને બફારા વચ્ચે વરસાદી માહોલ પણ જામ્યો છે અને ગઈકાલે IPL ફાઈનલ પણ સ્થગિત કરવામાં આવી હતી. કારણ કે, અમદાવાદમાં વરસાદ (Rain Forecast in Ahmedabad) બંધ થવાનું નામ જ નહોતો લઇ રહ્યો. ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel Aagahi) ફરી એક વાર આગાહી કરતા કહ્યું છે કે, 28 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં વાવાઝોડું સક્રિય થશે અને ગુજરાતના ઘણા ભાગમાં વાવાઝોડાની અસર થઈ શકે છે. અરબ સાગરમાં મધ્ય પ્રકારનું ચક્રવાત સર્જાશે તેવું અનુમાન પણ લગાવવામાં આવ્યું છે. જેને કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં પણ વરસાદ (Ahmedabad weather forecast) થઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.