Rain in 234 taluks in last 24 hours in Gujarat: ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં મેઘરાજાએ રાજ્યના ઘણા વિસ્તારોમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે. જેના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, ડેમોમાં પાણીની આવક ખુબ વધી છો. તો રસ્તાઓ અને ખેતરો બેટમાં ફરી વળ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ખાબકેલા વરસાદ વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 234 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.(Rain in 234 taluks in last 24 hours in Gujarat) જેમાં સૌથી વધુ વરસાદ નવસારીમાં પડ્યો છે. 24 કલાકમાં સવા 12 ઈંચ વરસાદથી નવસારીમાં જનજીવન અસ્ત-વ્યસ્ત બન્યું છે. લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા છે. જ્યારે જલાલપોરમાં 11 ઈંચ વરસાદ નોંધાયો છે.
જૂનાગઢમાં પોણા 10 ઈંચ વરસાદ
જૂનાગઢમાં પણ છેલ્લા 24 કલાકમાં 10 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે. ભારે વરસાદથી રસ્તાઓ નદીમાં ફેરવાયા તો ક્યાંક વાહનો તણાઈ ગયાં છે. જૂનાગઢના ગિરનાર અને દાતાર પર્વત ઉપર મુસળધાર વરસાદ પડતાં કાળવા નદી બે કાંઠે થઇ છે. ભારે વરસાદના કારણે જૂનાગઢના અનેક વિસ્તારોમાં ભયંકર સ્થિતિનું નિર્માણ થયું છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પાણીમાં પલળી ગઈ છે. તો અનેક વાહનો અને ઢોર-ઢાંખર પણ તણાઈ ગયાં છે.
આ વિસ્તારમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી
છેલ્લા 24 કલાકમાં મેંદરડામાં 7 ઈંચ, ખંભાળિયામાં 8 ઈંચ, ખેરગામમાં 7.5 ઈંચ, વલ્લભીપુરમાં 6.5 ઈંચ, ઉમરાળામાં 6.5 ઈંચ, વિસાવદરમાં સવા 6 ઈંચ, ગણદેવીમાં પોણા 6 ઈંચ, વાગરામાં પોણા 6 ઈંચ, બોટાદમાં 6 ઈંચ, કેશોદમાં 5 ઈંચ, મહુવામાં પોણા 5 ઈંચ, અમદાવાદમાં પોણા 5 ઈંચ, સાણંદમાં 4.5 ઈંચ, વંથલીમાં સવા 4 ઈંચ, દેહગામમાં પોણા 4 ઈંચ, મહુવા-સુરતમાં 4.5 ઈંચ, કરજણમાં 3.5 ઈંચ, ચોર્યાસીમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા ગાંધીનગર ખાતેના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જૂનાગઢ જિલ્લા કલેકટર સાથે વિડિયો કોન્ફરન્સ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમજ લોકોના સ્થળાંતર, ફૂડ પેકેટ્સ… pic.twitter.com/trYEfw6Pxh
— CMO Gujarat (@CMOGuj) July 22, 2023
CM ભૂપેન્દ્ર પટેલે યોજી હતી બેઠક
રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિને લઈ ગઈ કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી સેન્ટરે બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ વરસાદ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા કરી. આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કલેક્ટર પણ બેઠકમાં જોડાયા હતા. સોમનાથ, જૂનાગઢ અને ભાવનગરના કલેક્ટર જોડાયા હતા. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતી પણ જોડાયા હતા. સાથે જ મુખ્ય સચિવ રાજ કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube