ગુજરાતમાં છેલ્રાલા 3-4 દિવસથી લગાતાર વરસાદ પાડી રહ્જ્યયો છે. 238 તાલુકાઓમાં છેલ્લાં ચોવીસ કલાકમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. કચ્છ-સૌરાષ્ટ્ર અને પુર્વ-મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઝોનનાં તમામ મોટાભાગના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. વડોદરામાં સૌથી વધુ 499 મી.મી એટલે કે 20 ઇંચ વરસાદ વરસતા રાજ્યના મુખ્યમંત્રીએ મોડી રાત્રે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે તાકીદે બેઠક યોજીને પરિસ્થિતીનો તાગ મેળવી તમામ સંભવિત પરિસ્થિતીને પહોંચી વળવા વહીવટી તંત્રને જરૂરી સુચનાઓ આપી હતી. તો બીજી તરફ રાજ્યના 28 તાલુકાઓમાં ચાર ઇંચથી આઠ ઇંચ સુધી જ્યારે 112 તાલુકાઓમાં એક ઇંચ થી ચાર ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે.
Waterlogging near kidney hospital, jetalpur. Avoid jetalpur bridge. #JetalpurBridge #VadodaraUpdate #VadodaraRains #Vadodara ?️⛈️ @DeshGujarat @CMOGuj #gujarat pic.twitter.com/Q9rKxRaDfm
— Sushan Sharma (@iamsushansharma) August 1, 2019
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 1/08/2019ના રોજ સવારે છ કલાકે પુરા થતાં 24 કલાક દરમિયાન મહુધા તાલુકામાં 200 મી.મી એટલે કે 8 ઇંચ, હાલોલમાં 189 મી.મી, ડભોઇ તાલુકામાં 187 મી.મી, ખેડબ્રહ્મામાં 180 મી.મી, વડાલીમાં 176 મી.મી, કરજણમાં 165 મી.મી, સંખેડામાં 162 મી.મી, તિલકવાડામાં 147 મી.મી, વંથલીમાં 139 મી.મી, ઇડરમાં 136 મી.મી, સાણંદમાં 132 મી.મી વરસાદ પડ્યો હતો.
Same level of canal and road…its still raining from last 27 hours in baroda…
But we r safe in 7th floor..?#VadodaraRains pic.twitter.com/Fh0gQ74YO2— Half Educated (@Half_Educated_) August 1, 2019
તેમજ ઉમરપાડામાં 128 મી.મી, વાઘોડીયામાં 126 મી.મી, બાલાસિનોરમાં 122 મી.મી, હિંમતનગરમાં 118 મી.મી, મહેમદાવાદમાં 117 મી.મી, વિસાવદર અને બોડેલીમાં 116 મી.મી, વઘઇમાં 115 મી.મી, વસોમાં 110 મી.મી, માણાવદરમાં 107 મી.મી, પંચમહાલના કાલોલમાં 107 મી.મી, દેસરમાં 106 મી.મી, સુરતનાં માંડવીમાં 105 મી.મી, નડિયાદમાં 103 મી.મી અને જુનાગઢ શહેર, જુનાગઢ તાલુકા તથા જાંબુઘોડામાં 101 મી.મી મળીને કુલ 28 તાલુકાઓમાં 4 ઇંચથી 8 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.
This is Vadodara Flooding..Vishwamitri River Overflowing. #GujaratRains #VadodaraRains pic.twitter.com/Vo3rKTsmOu
— Ketan (@ketan72) August 1, 2019
તેમજ ગુજરાત રાજ્યના કુલ 112 તાલુકાઓમાં એક ઇંચ થી ચાર ઇંચથી સુધીનો વરસાદ છેલ્લા 24 કલાક દરમિયાન પડ્યો હતો. જેમાં 17 તાલુકાઓ એવા છે જેમા ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જેમાં વાલોદ, કઠલાલ, જંબુસર, ઓલપાડ, મહુવા(સુરત), બારડોલી, ઠાસરા, સિધ્ધપુર, તલોદ, મેંદરડા, આમોદ, માતર, ઉમરેઠ, પાદરા, ભરૂચ, ગરૂડેશ્વર અને અમીરગઢ તાલુકાનો સમાવેશ થાય છે.
#vadodararains. While pple r boasting how late they reached home. The corporation, fire n police department dint reach home to help them reach home. Hats off #gujrat pic.twitter.com/PTT8kOEYlu
— Sanjana R (@HERoyalhighnes) August 1, 2019
સાથે સાથે આજે સવારે 6 કલાકથી 10 કલાક દરમ્યાન કાલોલ તાલુકામાં 100 મી.મી એટલે કે ચાર ઇંચ, ઉમરેઠમાં 81 મી.મી, શહેરામાં 77 મી.મી મળી કુલ બે તાલુકામાં ત્રણ ઇંચથી વધુ, માતરમાં 65 મી.મી, દેસરમાં 60 મી.મી, હાલોલમાં 56 મી.મી, અમીરગઢમાં 55 મી.મી, મોરવા હડફમાં 54 મી.મી, ઘોઘંબામાં 52 મી.મી, મળી કુલ 6 તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને અન્ય 10 તાલુકાઓમાં એક ઇંચથી વરસાદ વરસ્યો છે.
#VadodaraRains pic.twitter.com/WCaaFojmX8
— Half Educated (@Half_Educated_) August 1, 2019
ચાલુ વર્ષે રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ 46.15% જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં 35.45%, સૌરાષ્ટ્ર ઝોનમાં 42.15%, પુર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 38.43%, ઉત્તર ગુજરાત ઝોનમાં 31.11% અને દક્ષિણ ગુજરાત ઝોનમાં 60.58% જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે.
#VadodaraRains pic.twitter.com/WkxB4p3FzV
— Half Educated (@Half_Educated_) August 1, 2019