ગુજરાત(gujarat): ગુજરાત લોકગાયકોની ભૂમિ રહી ચુકી છે ત્યારે ગુજરાતના અનેકવિધ મહાન લોકગાયકો તેમજ કલાકારો ગુજરાતની પવિત્ર ધરતી પર જન્મ લીધો છે. આ સમયે લોક લાડીલા કિર્તીદાન (Kirtidan Gadhvi) ના ડાયરાઓમાં રૂપિયાનો વરસાદ હવે સામાન્ય વાત થઈ ચુકી છે. ત્યારે ફરી એકવાર કિર્તીદાન ગઢવીએ ધૂમ મચાવી દીધી છે.
બનાસકાંઠા(Banaskantha)માં આવેલ પાલનપુર(Palanpur)માં જલારામ મંદિરના પ્રાણ પતિષ્ઠા મહોત્સવ દરમ્યાન લોકગાયક કીર્તિદાન ગઢવીનો ભવ્ય ડાયરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1 કરોડ રૂપિયાની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે દરેક કલાકારોના ડાયરામાં રૂપિયાનો વરસાદ કરવામાં આવતો હોય છે, પરંતુ અહિયાં પહેલીવાર ચાંદીના અને સોનાના સિક્કાનો પણ વરસાદ કરવામાં આવ્યો હતો. ચાહકોનો આ પ્રેમ જોઈને કીર્તિદાન ગઢવી પણ ચોંકી ઉઠ્યા હતા. આ લોક ડાયરામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા. હાલમાં આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે.
પાલનપુરમાં 3 દિવસ માટે જલારામબાપા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગઈકાલે રાત્રે લોકગાયક કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં કીર્તિદાન ગઢવી, હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદી, સાહિત્યકાર બ્રિજરાજદાન ગઢવી, લોકગાયિકા ઉર્વશી રાદડિયા અને સાહિત્યકાર ચતુરદાન ગઢવીએ જમાવટ કરી હતી. ડાયરામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા. ડાયરામાં 1 કરોડ રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલેખનીય છે કે, જલારામ માનવ સેવા ટ્રસ્ટ તથા સમસ્ત રઘુવંશી પરિવાર તરફથી ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કીર્તિદાન ગઢવીએ રમઝટ બોલાવી દીધી હતી. ડાયરામાં 10, 20, 50, 100 રૂપિયા સહિતની નોટોનો ઉડાડવામાં આવી હતી. આમ 1 કરોડ રૂપિયા લોકડાયરામાં ઉડ્યા હતા. આટલું ઓછું હોય તેમ કીર્તિદાન ગઢવી પર ચાંદી અને સોનાના સિક્કાનો પણ વરસાદ કરવામાં આવ્યો હતો. ઈતિહાસમાં પહેલીવાર હશે જ્યારે લોકડાયરામાં કોઈએ આ રીતે સોના-ચાંદીના સિક્કાનો વરસાદ કર્યો છે. હાલમાં આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.