ખેડૂતો માટે નિરાશાજનક સમાચાર: અંબાલાલ પટેલે વરસાદ અને ગરમીને લઈને કરી મોટી આગાહી

Published on Trishul News at 5:18 PM, Sat, 26 August 2023

Last modified on August 26th, 2023 at 5:19 PM

Ambalal Patel Predictions in Gujarat: ગુજરાતમાં ચોથા રાઉન્ડની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે થોડાક નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યા છે.હાલ તો રાજ્યમાં વરસાદી સિસ્ટમ ઉદ્દભવી ન હોવાથી આગામી દિવસોમાં પણ મેઘરાજા આરામના મૂડમાં જ રહેવાના છે. (Ambalal Patel Predictions in Gujarat)

રાજ્યમાં વરસાદી ઝાપટા જેવો છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ સિવાય હજુ પણ ક્યાંય ભારે વરસાદની આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી. હવામાન નિષ્ણાંતો દ્વારા પણ રાજ્યમાં હળવા વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે.

વરસાદને અંગે અંબાલાલ પટેલની આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, હાલ રાજ્યમાં સારા વરસાદની શક્યતા નહીવત છે. તારીખ 27થી 30 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાં પડશે. પિયત વ્યવસ્થાપન હોય તો ખેડૂતોએ પીયત કરવું જોઈએ. ગરમીની આગાહી કરતા તેઓએ જણાવ્યું છે કે, તારીખ 28 ઓગસ્ટથી દેશમાં ગરમી વધવાની શક્યતા છે.

સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં વરસાદની શક્યતાઃ અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, ચીનના હોંગકોંગ તથા પૂર્વી ભાગમાં ચક્રવાત બની રહ્યું છે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ચક્રવાત તરફ ખેંચાશે. અલનીનોની અસરખથી હિંદ મહાસાગરનું હવામાન સાનુકુળ હોવા છતાં વરસાદ થતો નથી.

પૂર્વીય દેશોના ચક્રવાતની ગતિવિધિ મંદ પડ્યા બાદ વેલમાર્ક લૉ પ્રેશર બનશે. તેઓએ કહેવું છે કે, સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં સારા વરસાદની શક્યતા છે. 13 સપ્ટોમ્બરે ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી પડશે. 25 ઓક્ટોબર સુધી ગરમી રહેવાની શક્યતા છે.

ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા સાવ નહીંવત
હવામાન વિભાગ કહી રહ્યા છે કે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા સાવ નહીંવત છે, કારણ કે 31 ઓગસ્ટની આસપાસ હોંગકોંગ તરફનો ચક્રવાત બંગાળના ઉપસાગરનો ભેજ ખેંચી લેશે. આનાથી ભારતનું ચોમાસું નબળું પડી શકે છે. આ સાથે તારીખ 3થી 4 સપ્ટેમ્બર બંગાળની ખાડીમાં ચક્રાવાત સર્જાઈને લો પ્રેશર સિસ્ટમ ઉદભવશે.

Be the first to comment on "ખેડૂતો માટે નિરાશાજનક સમાચાર: અંબાલાલ પટેલે વરસાદ અને ગરમીને લઈને કરી મોટી આગાહી"

Leave a comment

Your email address will not be published.


*