ગુજરાત રાજ્યમાં સંપૂર્ણ દારૂબંધી છે તો પછી ગુજરાતમાં દારૂ આવે છે ક્યાંથી? સરકાર સામે આ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે. ગુજરાત રાજ્યમાં ઘણા શહેરમાં દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે. ત્યારે ઘણી દારૂની ઘટના પણ દીવસેને દિવસે સામે આવી રહી છે.
ત્યારે હાલમાં કોરોનાના સંક્રમણને કારણે રાજસ્થાન અને ગુજરાતને જોડતી બોર્ડર બંધ છે અને બંને રાજ્યોની બોર્ડર પર ચુસ્ત બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. છતાં પણ રાજસ્થાનથી ગુજરાતમાં દારૂનો જથ્થો ઘુસાડવામાં આવ્યો છે. ત્યારે દારૂનો જથ્થો ગુજરાતમાં પહોચતા જ પાટણ એલસીબી પોલીસે સાંતલપુર નેશનલ હાઇવે નજીક વિદેશી દારૂ ભરેલ ટેન્કર પકડી પાડ્યું હતું.
રાજસ્થાનથી કચ્છ બાજુ જતા ટેન્કરને સીધાડા ગામ નજીક પોલીસે પકડી પાડ્યું છે. કોરોનાના વધતા સંક્રમણને લીધે રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર બંધ હોવા છતા દારૂનો જથ્થો ભરેલું ટેન્કર રાજસ્થાનથી સાંતલપુર પહોચી ગયું હતું. જયારે પોલીસ દ્વારા આ ટેન્કરને ઝડપી પાડતા તેમાંથી 537 પેટીમાં અલગ અલગ કંપનીના દારૂ મળ્યા હતા. ત્યારે ડ્રાઈવર દારૂ ભરેલું ટેન્કર મુકીને નાચી છુટ્યો હતો. આ દારૂ ભરેલા ટેન્કરને સાંતલપુર પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યું હતું. સાંતલપુર પોલીસે ટેન્કરની સાથે 33 લાખ 29 હજાર 800 રૂપિયાનો દારૂનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો.
મોટો સવાલ તો એ છે કે, હાલમાં કોરોના સંક્રમણ વચ્ચે રાજસ્થાન ગુજરાતની બોર્ડર બંધ છે. કોરોના સંક્રમણ વધવાને પગલે બંને રાજ્યો વચ્ચે અવરજવર બંધ કરી દેવામાં આવી છે. ચેકપોસ્ટ પર ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમ છતાં રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવ્યો છે. ત્યારે સવાલ એ થાય કે બોર્ડર બંધ હોવા છતાં અને ગુજરાતમાં દારૂ બાંધી હોવા છતાં દારૂ આવે છે ક્યાંથી? સીમાડા પછી ઘણા ખરા નાના કાચા રસ્તાઓ ખુલ્લા છે, જ્યાંથી જ્યાંથી રાજસ્થાન ગુજરાતમાં અવરજવર થતી રહેતી હોય છે. મુખ્ય હાઇવે બંધ કરી દેતા હાલ આ કાચા રસ્તાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.