વાયુસેનાના પ્લેન અકસ્માતમાં દેશે બે સિંહ જવાનો ગુમાવ્યા ‘ઓમ શાંતિ’

ગઈકાલે ગુરુવારે રાત્રે બાડમેરમાં IAF MiG 21 ફાઇટર જેટ ક્રેશ થતાં બે પાઇલોટના દુઃખદ મોત થતા હતા. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) IAF મિગ 21 ટ્રેનર એરક્રાફ્ટની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બે હવાઈ યોદ્ધાઓ પ્રત્યે શોક વ્યક્ત કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે.

મૃતક પાયલોટ ફ્લાઈટ લેફ્ટનન્ટ અદિતિયા બાલ અને વિંગ કમાન્ડર એમ રાણા છે. આ બંને જવાનો તેમના રૂટીન પ્રમાણે નાઈટ મિશન પર હતા. વિંગ કમાન્ડર એમ રાણા તેઓ ડિસેમ્બર 05 માં કમિશન્ડ થયા હતા અને સ્ક્વોડ્રનના ફ્લાઇટ કમાન્ડર હતા, યંગ ફ્લાઇટ લેફ્ટનન્ટ અદિતિયા બાલ જૂન 2018 માં ઉભરતા ફાઇટર પાઇલટ હતા.

મળતી માહિતી મુજબ આ ઘટના ગુરુવારે રાત્રે લગભગ 9.10 વાગ્યે બની હતી. જેમાં IAF મિગ 21 ટ્રેનર એરક્રાફ્ટ ટ્રેનિંગ ફ્લાઇટ દરમિયાન પશ્ચિમી સેક્ટરમાં ક્રેશ થયું હતું. બંને પાયલટોને જીવલેણ ઈજાઓ થઈ હતી જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભારતીય વાયુસેના મૃતક પાયલોટના પરિવારજનોની સાથે મજબૂતીથી ઉભી છે.

બે સીટર મિગ-21 ટ્રેનર એરક્રાફ્ટ ગુરુવારે સાંજે બાડમેરના ઉત્તરલાઈ એરપોર્ટ પરથી ટ્રેનિંગ ફ્લાઈટ માટે ટેકઓફ કરી રહ્યું હતું. અગાઉ રાજસ્થાન પોલીસે કહ્યું હતું કે દુર્ઘટનાની અસર એટલી હતી કે તેઓ વિમાનમાં કેટલા લોકો હતા તે જાણી શક્યા ન હતા. ઘટનાસ્થળે પહોંચેલા બાડમેરના ડેપ્યુટી એસપીએ જણાવ્યું કે સ્થાનિક લોકોએ રાત્રે 9.30 વાગ્યાની આસપાસ પોલીસને અકસ્માતની જાણ કરી. અસર એટલી ભયંકર હતી કે અકસ્માત પરથી અમે કહી શકતા નથી કે બે પાઈલટ હતા કે એક. અકસ્માતનો કાટમાળ એક કિલોમીટરમાં ફેલાયેલો હતો.

ડેપ્યુટી એસપીના જણાવ્યા અનુસાર, સ્થાનિક લોકોમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. કેન્દ્રીય મંત્રી અને બાડમેરથી લોકસભા સાંસદ કૈલાશ ચૌધરીએ કહ્યું કે, બાડમેર સંસદીય ક્ષેત્રના ભીમડામાં વિમાન દુર્ઘટનામાં બે પાયલોટ જીવતા બળી જવાના સમાચાર ખૂબ જ દુઃખદ છે. દેશે આજે પોતાના બે વીર જવાનો ગુમાવ્યા છે. આ સંદર્ભે, જિલ્લા વહીવટીતંત્રને સ્થળ પર આગ પર કાબૂ મેળવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *