કોલકાતામાં ED બાદ અમદાવાદમાં IT ના દરોડા- 25 કરોડ રોકડા અને 15 કરોડનું ઝવેરાત મળ્યું

અમદાવાદ(Ahmedabad): થોડા સમય પહેલા જ નોઇડા (Noida)માં ડીકે મિત્તલ (DK Mittal)ના ઘરે દરોડા(raid) પાડતા કરોડોની રકમ મળી આવી હતી. ત્યારે હવે આવી જ વધુ એક ઘટના ગુજરાત (Gujarat)માંથી સામે આવી છે. જાણવા મળ્યું છે કે, આવકવેરા વિભાગે ચિરીપાલ જૂથ પર અમદાવાદ સહિત રાજ્યનાં 45 સ્થળે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન આવકવેરા જૂથ (Income Tax Group)ને 800 કરોડના બેનામી આર્થિક વ્યવહારો મળ્યા છે. આ તપાસમાં અત્યારસુધીમાં 25 કરોડ રોકડા તેમજ 15 કરોડનું ઝવેરાત મળ્યું છે. આ ઉપરાંત 20 બેન્ક લોકર પણ મળી આવ્યાં છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં ડિજિટલ ડેટા મળ્યો છે. જેના કારણે આ આકડો  800 કરોડને પણ વટી જાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.

800 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો શોધી કાઢ્યા:
મળતી માહિતી અનુસાર, આવકવેરા વિભાગ દ્વારા ચિરીપાલ જૂથને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ ચિરીપાલ જૂથ ટેક્સટાઇલ, પેકેજિંગ, કેમિકલ અને સોલર સાથે સંકળાયેલા છે. નવ દિવસથી ચાલી રહેલી તપાસમાં કામગીરીમાં અધિકારીઓએ ફેક્ટરી, બંગલોઝ, ઓફિસ અને કર્મચારીઓનાં કેટલાંક ઠેકાણે પણ તપાસ કરી હતી. એમાં અનેક પ્રકારના ડોક્યુમેન્ટ, માલનો સ્ટોક વગેરે મળ્યા હતા. એનું સતત એક સપ્તાહ સુધી સ્કેનિંગ સુધી ચાલ્યું હતું. ઓફિસના કોમ્પ્યુટર અને લેપટોપ વગેરે સ્કેન કરવામાં આવ્યાં હતાં. એના આધારે અધિકારીઓએ 800 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો શોધી કાઢ્યા હતા. આ આકડો વધી પણ શકે તેવી શક્યતા છે.

ડિજિટલ દસ્તાવેજોની FSLના અધિકારીઓ દ્વારા ચકાસણી:
દરોડા દરમિયાન મળી આવેલા ડિજિટલ દસ્તાવેજોની એફએસએલના અધિકારીઓ ચકાસણી કરી રહ્યા છે. આ ઉપરાંત જાણવા મળ્યું હે કે, જે ડોક્યુમેન્ટ મળ્યા છે એમાં કેટલાક વ્યવહારો અંડરબિલિંગ છે. એમાં પણ ખાસ કરીને જે ધંધાકીય સેલ છે એમાં અંડરબિલિંગ કરાયું છે. અંડરબિલિંગ એટલે માલ વેચાયો એનું ઓછી રકમનું બિલિંગ કરાતાં ઓછો ટેક્સ ભરવો પડે છે.

રોકડ અને જ્વેલરી મળી કુલ 40 કરોડની મત્તા સીઝ કરાઈ:
આ સિવાય તપાસમાં ગ્રુપના રિયલ એસ્ટેટનાં રોકાણોમાં પણ બેહિસાબી આવક મળી હતી. તેમજ અધિકારીઓનું કહેવું છે કે, આમાં અનેક સોદા બતાવાયા નથી. હવે તેઓ એ ચકાસી રહ્યા છે કે આ રોકાણો કોના નામે છે. આ કાર્યવાહી બેનામી મિલકતની ખરીદી તરફ જઈ શકે છે. અગાઉ 20 લોકર ટાંચમાં લેવાયાં હતાં, જે હવે બેથી ત્રણ દિવસમાં ઓપરેટ કરશે. અત્યારસુધી રોકડ અને જ્વેલરી મળી કુલ 40 કરોડની મત્તા સીઝ કરાઈ છે. રોકડ બેન્કમાં જમા કરાવી દેવાઈ છે. હવે લોકરમાંથી શું મળે છે એના પર નજર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *