રાજકોટ(Rajkot): ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ(Gujarat Board of Secondary Education) દ્વારા ધોરણ 10 અને 12ના વિધાર્થીઓની પરીક્ષા લેવામાં આવી રહી છે. પરીક્ષાના ટેન્શન અને ચિંતા ને કારણે વિદ્યાર્થીઓ દ્વારા આપઘાતના બનાવો ધીમે ધીમે સામે આવી રહ્યા છે, ત્યારે રાજકોટ શહેરમાં ધોરણ 10ની વિદ્યાર્થિનીએ બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી લેતાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. નાપાસ થવાના ડરથી અઠવા તો પેપર નબળું ગયું હોવાને કારણે વિદ્યાર્થિનીએ આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું પોલીસના પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પરીક્ષાના ડિપ્રેશનમાં જીવન ટુંકાવ્યું:
મળતી વિગતો અનુસાર, ધોરણ 10માં અભ્યાસ કરી રહેલ અને રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થીનીએ ગતરોજ ગુરુવારના રોજ સાંજે પાંચ વાગ્યે બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરીને આપઘાત કરી લીધો હતો. ત્યાર પછી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ મોડી રાત્રે 1:30 વાગ્યાની આજુબાજુ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દીકરીનું મોત નીપજ્યું હતું. યુવતીએ પરીક્ષાના ડિપ્રેશનમાં કે તણાવમાં આવી જવાને કારણે જાત જલાવી જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. સમગ્ર ઘટનાને ભક્તિનગર પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી:
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટની કડવીબાઈ વિદ્યાલયમાં પરીક્ષા દેવા માટે વિધાર્થીનીઓ નંબર આવ્યો હતો. મૃતકના પિતા ડ્રાઇવિંગ કરી પોતાનું તેમજ પોતાના પરિવારને રોજી રોટી પૂરી પડે છે. હાલ પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.