‘સાંભળેલું સાકાર થયું’ ગુજરાતમાં સૌપ્રથમ વાર ડ્રોન દ્વારા 40 કિમી દુર દવા પહોચી

Emergency medicine delivered by drone in Rajkot: ઘણીવાર મોટા ઓપરેશનમાં અથવા તો સર્જરીમાં અમુક ઇમરજન્સી દવાઓની જરૂર પડતી હોઈ છે.તો ક્યારેક અમુક કેસમાં તે પ્રકારની…

Emergency medicine delivered by drone in Rajkot: ઘણીવાર મોટા ઓપરેશનમાં અથવા તો સર્જરીમાં અમુક ઇમરજન્સી દવાઓની જરૂર પડતી હોઈ છે.તો ક્યારેક અમુક કેસમાં તે પ્રકારની દવાનો બંદોબસ્ત કરવો મુશ્કેલ બની જતી હોઈ છે.ત્યારે રાજકોટ નજીકના પરાપીપળીયા ખાતે નિર્માણાધિન એઈમ્સના લોકાર્પણ માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જેમાં ઈમરજન્સી કેસોમાં દર્દીઓ (Emergency medicine delivered by drone in Rajkot) સુધી તાત્કાલિક ડ્રોન મારફતે દવાઓ પહોંચે તે માટે ટ્રાયલ કરવામાં આવી હતી. સરપદડથી ખોડાપીપર આરોગ્ય કેન્દ્ર સુધી 40 કિલોમીટર દૂર ડ્રોનથી દવાઓ મોકલવાનો આ પ્રયોગ સફળ રહ્યો હતો. આગામી સમયમાં ડ્રોન મારફતે ઈમરજન્સી કેસોમાં દવાઓ મોકલવામાં મદદ મળશે.

આજેરોજ ડ્રોનની બીજી ટ્રાયલ પણ કરવામાં આવશે
આ અંગે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, એઈમ્સ દ્વારા સરપદડ આરોગ્ય કેન્દ્રથી ડ્રોન મારફત ખોડાપીપરના આરોગ્ય કેન્દ્ર સુધી દવાઓ પહોંચાડવામાં આવી હતી. જ્યારે આવતીકાલે ડ્રોનની બીજી ટ્રાયલ પણ કરવામાં આવશે. એઈમ્સના સુત્રોએ જણાવ્યું હતું કે, ઈમરજન્સી કેસોમાં એઈમ્સ દ્વારા 40 કિલોમીટર સુધીના વિસ્તારોમાં ડ્રોન મારફત દર્દીઓ સુધી આગામી સમયમાં દવાઓ પહોંચાડાશે. જ્યાં કનેકટિવિટી નથી અને દર્દીઓને ઈમરજન્સીમાં દવાની જરૂરીયાત ઉભી થાય તેવા કિસ્સાઓમાં આ ડ્રોન મારફતે આરોગ્ય કેન્દ્ર સુધી દવાઓ પહોંચતી કરવા માટે આયોજન કરાયું છે.

40 કિલોમીટર સુધીના વિસ્તારોમાં ડ્રોન મારફત દર્દીઓ સુધી દવાઓ પહોંચાડાશે
એઈમ્સ દ્વારા સરપદડ આરોગ્ય કેન્દ્રથી ડ્રોન મારફત ખોડાપીપરના આરોગ્ય કેન્દ્ર સુધી દવાઓ પહોંચાડવામાં આવી હતી. આગામી સમયમાં ઈમરજન્સી કેસોમાં એઈમ્સ દ્વારા 40 કિલોમીટર સુધીના વિસ્તારોમાં ડ્રોન મારફત દર્દીઓ સુધી દવાઓ પહોંચાડાશે. જ્યાં કનેક્ટિવિટી નથી અને દર્દીઓને ઈમર્જન્સીમાં દવાની જરૂરીયાત ઉભી થાય તેવા કિસ્સાઓમાં આ ડ્રોન મારફતે આરોગ્ય કેન્દ્ર સુધી દવાઓ પહોંચતી કરવા માટે આયોજન કરાયું છે.

ડ્રોનમાં 50 કિલો સુધીની દવાઓનું વહન કરવાની ક્ષમતા
એઈમ્સના સુત્રોએ એવું પણ વિશેષમાં જણાવ્યું હતું કે, ગઈકાલે સરપદડથી ખોડાપીપરના આરોગ્ય કેન્દ્ર સુધી હવાઈ માર્ગે ડ્રોન મારફત 30 કિલો દવા પહોંચાડી હતી. આ ડ્રોન 50 કિલો સુધીની દવાઓનું વહન કરવાની ક્ષમતા ધરાવે છે. આગામી સમયમાં આ ડ્રોન સેવા માટે એજન્સી નક્કી થયા બાદ 40 કિલોમીટર સુધીના વિસ્તારોમાં આ સેવાને આવરી લેવામાં આવશે.

એઇમ્સ ખાતે હાલ ઓપીડીની સેવાનો દર્દીઓ લાભ લઈ રહ્યા છે. આગામી સમયમાં પ્રથમ તબકકામાં 250 બેડની હોસ્પિટલનો પ્રારંભ થવાનો છે. એઈમ્સનું લોકાર્પણ સંભવત આગામી ફેબ્રુઆરી માસમાં કરવામાં આવશે.