ધારાસભ્ય અરવિંદ રૈયાણીને રસોડામાં થુંકવાનું ભારે પડ્યું

હાલ લોકડાઉનના કારણે પાન-મસાલા વેચવા પર પ્રતિબંધ છે તેમજ ખાનારાઓ પાસેથી દંડ વસુલવામાં આવી રહ્યો છે. ફક્ત સામાન્ય જનતાને જ નહિ પરંતુ રાજકોટના ધારાસભ્યને પણ દંડ ભરવો પડ્યો છે. સામાકાંઠા વિસ્તારમાં રાહત રસોડામાં રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી મસાલો ખાતા હોય અને થૂંકતા હોય તેવો આક્ષેપ કરતો વીડિયો વાઇરલ થયો હતો. અરવિંદ રૈયાણી સાથે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, નીતિન ભારદ્વાજ પણ જોવા મળી રહ્યા છે. અરવિંદ રૈયાણી માસ્ક ઉતારી થૂંકતા નજરે પડે છે. સામાન્ય લોકો માટે મસાલો ખાવા પર આજથી જ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે ધારાસભ્યને મસાલો ક્યાંથી મળી રહે છે? ધારાસભ્ય પોતે જ CM રૂપાણીના આદેશનો ભંગ કરતા જોવા મળ્યા. જોકે તેમના સમર્થકો કહી રહ્યા છે કે રૈયાણી ને કોઈ વ્યસન નથી.

પ્રથમ વીડિયો હોવાનો ઇન્કાર કર્યો

અરવિંદ રૈયાણીએ વાતચીત દરમિયાન જણાવ્યું કે, વીડિયો વાઇરલ નથી થયો પરંતુ ફેસબુકમાંથી ફોટા લઇ મુકેલા છે. વીડિયો હોય જ નહી. તમે જોઈ લ્યો હું થુંકતો જ ન હોવ, મેં જોયું એટલે હું કહુ છું. હું કોઇ જગ્યાએ થૂંક્યો નથી બરોબર.

વીડિયો મોકલતા અરવિંદ રૈયાણીએ કહ્યું મોઢામાંથી શાક કાઢ્યું હતું

મીડિયા દ્વારા જયારે વીડિયો મોકલવામાં આવ્યો ત્યારે અરવિંદ રૈયાણીએ પલ્ટી મારી. તેઓએ જણાવ્યું કે હા વીડિયો જોયો, એ તો મીડિયાવાળા રસોડા માટે બાઇટ લેવા આવ્યા હતા. એટલે મેં શાક ચાખ્યું હતું. મોઢામાં શાક હોવાથી બોલી કેમ શકાય એટલા માટે મેં શાક મોઢામાંથી કાઢ્યું હતું. ક્યાં બાકી હું પાન મસાલા ખાતો નથી. આજે જ વિજયભાઈ રૂપાણીએ સંદેશો આપ્યો છે. હું આવું થોડું કરું.

 

અરવિંદ રૈયાણી વિવાદિત નેતા છે 

અરવિંદ રૈયાણી રાજકોટમાં અનેક વખત વિવાદમાં આવી ગયા છે. વિધાન સભાની ચૂંટણી ટાણે તેઓએ દુકાનદારને માર માર્યાના સીસીટીવી સામે આવ્યા હતા. આ સિવાય મતદાન વખતે ભાજપનો ખેંસ પહેરી મત આપવા પહોંચ્યા હતા. મતદાર યાદીમાં પણ તેના બે જગ્યાએ નામ બોલે છે. તાજેતરમાં જ તેમને પોતાના એક કૌટુંબિક ભાઇને ધમકી આપ્યાનો ઓડિયો વાઇરલ થયો હતો. જો કે મીડિયામાં મામલો ચગતા અરવિંદ રૈયાણીએ રૂ.500નો દંડ ભર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *