રૂપાણી સરકારના “હારશે કોરોના, જીતશે ગુજરાત” ના દાવા સતત પોકળ સાબિત થઇ રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાને હરાવવા માટે હોસ્પિટલોમાં પૂરતા બેડ, વેન્ટીલેટર, ઓક્સીજન અને ઇન્જેક્શનની જરૂર પડે છે. ગુજરાતની મોટાભાગની હોસ્પિટલોમાં આજે બેડ માટે દર્દીઓ તરસી રહ્યા છે. નથી ઓક્સીજન મળી રહ્યો કે નથી બેડ અને વેન્ટીલેટર મળી રહ્યા. તો ગુજરાત કેવી રીતે કોરોનાને હરાવશે. આજે મોટાભાગના ઘરોમાં કોરોના ઘર કરી ગયો છે. કોઈના પિતા તો કોઈના માતા આજે એક એક શ્વાસ માટે લડી રહ્યા છે.
ગુજરાતના ચાર મહાનગરોમાં એટલે કે, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. રાજકોટમાં 10 દિવસ પહેલા જ લોકડાઉન જરૂરી હોવાનો મુખ્યમંત્રીને પત્ર લખનાર ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના પ્રમુખ ડો. પ્રફુલ કામાણીએ આજે ફરી એક વખત જણાવ્યુ છે કે, ગુજરાતમાં સ્થિતિ વધુ ખરાબ છે, મૃત્યુ આંક સતત વધી રહ્યો છે, ગંભરી દસ્દીઓનુ પ્રમાણ પણ વધી રહ્યુ છે.
ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના પ્રમુખ ડો. પ્રફુલ કામાણીએ કોરોનાની વકરતી સ્થિતિ અંગે જણાવ્યું કે, બહુ જ ઝડપભેર વધુને વધે લોકો સંક્રમિત થઈ રહ્યા છે. કોરોનાની પ્રથમ લહેરમા તબીબ પાસે દવા લઈ જનાર દર્દીઓમાંથી માુટાભાગના એેક જ ડોઝમા સાજા થઈ જતા હતા. આજે પાંચ દિવસ બાદ વધુ કથળેલી સ્થિતિ સાથે તે તબીબ પાસે આવે છે. હાલમા જે વાયરસ છે તેમા ન્યુમોનિયા થાય છે અને દર્દીઓેના ફેફસાને નુકસાન થાય છે.
ડો.પ્રફુલ કામાણીએ વધુમાં જણાવ્યું કે, રાજકોટ શહેરમા ઓકસીજનની અછત હોય તેવા દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેની સામે ઓકસીજન બેડ અને ઓકસીજન પર્યાપ્ત નથી. શહેરમા સિવીલમા ર૦૦ વેન્ટિલેટર છે જયારે ખાનગી હોસ્પિટલોમા મહત્તમ ૩૦૦ વૈન્ટિલેટર છે.
અત્રે ઉલેખનીય છે કે, પ૦૦૦ દર્દીઓ સામે માત્ર પ૦૦ વેન્ટિલેટર છે. દર્દીની નાજૂક સ્થિતિ સર્જાય રહી છે. પરંતુ તેમને વેન્ટિલેટર સપોર્ટ મળતો નથી. એપ્રિલના પ્રારંભથી જેટ ઝડપે વધેલા કોરોના સંક્રમણના ર૦ દિવસ પછી રાજકોટની દશા અને દિશા કેવી છે? તે વિશે ડો.કામાણી કહે છે કે આપણે કોરોનાના પીક તરફ જઈ રહ્યા છીએ. લોકો બિલ્કલ બહાર ન નીકળે, મેકસીમમ સાવધાની રાખેે!
આ દરમિયાન ગઈકાલે તમામ હોસ્પિટલોમા કોરોના દર્દીઓને સારવારની સીએમ દ્વારા મંજૂરી આપતા આજે કલેકટર સાથેની મિટીંગમા ઈન્ડિયન મેડિકલ એસોસીએશને ર૦૦ બેડ વધવાની શકયતા દર્શાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.