ગુજરાત: એક યુવકે યુવતી પાસે કરી કિસ કરવાની માંગણી, જાણો તેણે તો શું કરી નાખ્યું?

રાજ્યમાં મહિલાઓ પર હવે ધોળા દિવસે શારીરિક અને માનસિક ત્રાસો વધી રહ્યા છે. ત્યારે હાલ એક એવી ઘટના સામે આવી છે. જેને સાંભળીને કદાચ તમને ગુસ્સો આવશે. રાજકોટના મનહર પ્લોટ શેરી નં.10માં રહેતી રીટાબેન જયદેવગીરી ગોસ્વામી નામની પરિણીતાની તેના ઘર પાસે માર્કેટીંગ એજન્સીમાં નોકરી કરતા કલ્પીત દિપકભાઈ કામદાર ઉ.વ.29 (રહે. અમી હાઈટસ પાછળ જામનગર રોડ)એ મહિલાને ઘર બહાર બોલાવી પુછયું ઘરે કોઈ છે?

મહિલાએ ના પાડતા નફ્ફટાઈથી બોલી ઉઠયો કે મને તમારી સાથે પ્રેમ છે, કિસ કરવી છે. બદસલુકીથી ગુસ્સે ભરાયેલી મહિલાએ એ ડિવીઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

મળતી માહિતી મુજબ મહિલા ઘરેથી મેસ ટીફીન ર્સિવસ ચલાવતી હતી, જે તે સમયે ક્લ્પિત પણ ટિફીન લેવા આવતો હતો. મહિલાએ થોડા વખતથી ટીફીન બંધ કરી દીધા હતા. અચાનક જ કલ્પિત મહિલાના ઘરે જઈ ચડ્યો અને બહાર બોલાવીને ગેરવ્યહવાર કર્યો હતો. અન્ય બનાવમાં ઈન્દિરા સર્કલ પાસે જલારામ -3 શેરી નં.3માં રહેતી મીરા રાજેન્દ્રભાઈ જાદવ ઉ.વ.22એ પંચાયત ચોક નજીક જ રહેતા અભિજીત બળવંતસંગ જેઠવા સામે ઘરમાં ધસી આવી ધમાલ મચાવી ખુનની ધમકી આપ્યાની ફરિયાદ યુનિર્વિસટી પોલીસમથકે નોંધાવી છે.

તપાસ કરી રહેલા જમાદાર એસ.એસ.ગોસાઈના જણાવ્યા મુજબ આરોપી અને યુવતી બંને સાથે અભ્યાસ કરતા હોવાના કારણે બંને વચ્ચે મૈત્રી હતી. આરોપી સાથે ચાલચલગતને લઈને યુવતીએ મિત્રતા છોડી દીધી હતી. જે આરોપીને પસંદ નહીં પડતા ઘરની દિવાલ કુદી અંદર આવીને યુવતીના માસી, મામાને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને યુવતીને ફોનમાં ખુનની ધમકી આપ્યાના આરોપસર ધરપકડ કરાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *