આજકાલ મહિલા છેડતી અથવા દુષ્કર્મના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આ કળયુગી સમયમાં જાણે મહિલાઓ તેમજ બાળકીઓ પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન રાજકોટમાંથી એક ખુબ જ શરમજનક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક બાપે જ તેની દીકરીઓને પીંખી નાખી હતી.
જાણવા મળ્યું છે કે, રાજકોટમાં મોચી બજાર પાસે નવા બંધાતા રિધ્ધિ વિનાયક કોમ્પલેક્ષમાં કામ કરતા અને ત્યા જ રહેતા નરાધમ આધડેેે તેની સગીર વયની બે પુત્રી સાથે વારંવાર બળાત્કાર કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપીની અટકાયત કરી વિશેષ કાર્યવાહી કરવામાં આવી છે.
આ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મૂળ એમ.પી.ની અને હાલ મોચી બજાર નજીક નવા બંધાતા બિલ્ડિંગમાં કામ કરતા પરિવાર સાથે રહેતી સગીરાએ એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે સાવકા પિતા સોહન કુંજીભાઈ ઠાકોરનું નામ આપ્યું હતું.
આ ફરિયાદમાં તેણે જણાવ્યું કે, તેઓ મૂળ એમ.પી ના અને છેલ્લા 14 વર્ષથી રાજકોટ રહેતા હતા. આ દરમિયાન પિતાના અવસાન બાદ તેની માતાએ સોહન નામના શખ્સ સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ સાવકા પિતા છેલ્લા ત્રણ વર્ષથી વારંવાર મરજી વિરુદ્ધ બળાત્કાર આચરી કોઈને કહીશ તો મારી નાખીશ તેવી ધમકી આપતો હતો.
આ ઉપરાંત તેણે જણાવ્યું કે, છેલ્લા બે વર્ષથી નાની બહેન સાથે પણ દૂષ્કર્મ ગુજારી ધમકી આપતો હતો. આ ઘટના અંગે એ ડીવીઝન પોલીસ મથકના પી.આઈ. જોષી દ્વારા ગુનો નીન્ધીને આરોપીની અટકાયત કરીને મહિલા પોલીસના હવાલે કરતા પી.એસઆઈ એ.જે. લાઠીયા દ્વારા આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.