રાજકોટ(Rajkot): શહેરનાં જેતપુર(Jetpur)માં કાળજું કંપાવી દે તેવો અકસ્માત(Accident) સામે આવ્યો છે. સ્કૂલ બસની અડફેટે એક બાળકીનું દર્દનાક મોતનીપજ્યું છે. જો વાત કરવામાં આવે તો જેતપુરમાં ધોરાજી(Dhoraji)નાં ફરેણી ખાતે આવેલી સ્વામિનારાયણ સ્કૂલમાં ધોરણ-4માં અભ્યાસ કરી રહેલી બાળકીને તેની પોતાની સ્કૂલની બસ મુકવા માટે આવી હતી. ત્યારે સ્કૂલ બસની અડફેટે આવી જવાને કારણે 9 વર્ષની બાળકીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ હિચકારી ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, ફરેણી ખાતે આવેલી સ્વામિનારાયણ સ્કૂલમાં ધોરણ 4માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની પોતાની સ્કૂલેથી પાછા સ્કૂલ બસમાં ફરી રહી હતી. આ દરમિયાન બાળકીનું ઘર આવતા ડ્રાઈવર દ્વરા સ્કૂલ બસ રોકવામાં આવી હતી અને તુરંત જ બાળકી બસમાંથી ઉતરી પોતાના ઘર બાજુ ચાલતી થઈ હતી. જ્યારે બાળકી બસ આગળથી નીકળવા ગઈ ત્યાં જ બસના ડ્રાઈવર દ્વરા આગળ પાછળ જોયા વગર બસ હંકારી મુકવામાં આવતા બાળકી બસના ટાયર નીચે આવી જતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ જવા પામી હતી.
9 વર્ષની બાળકી પર ફરી વળ્યાં સ્કૂલ બસનાં ટાયર- સમગ્ર ઘટના CCTVમાં થઇ કેદ#gondal #CCTV #gujarat #news #watch #video #trishulnews pic.twitter.com/ftcj2C2nKq
— Trishul News (@TrishulNews) April 18, 2023
મહત્વનું છે કે, સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં દર્દનાક અકસ્માતની ઘટના કેદ થઈ જવા પામી હતી. જે વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બાળકી સ્કૂલ બસમાંથી ઉતરી પોતાના ઘર બાજુથી બસની આગળથી જવાનો પ્રયાસ કરી રહી છે. તે જ સમયે બસ ડ્રાઈવરને બાળકી આગળથી નીકળે છે તેનો ખ્યાલ ન રહેતા બસ હંકારી મારતા પહેલા બાળકી પર બસના આગળના ટાયર ફરી વળે છે. ત્યારપછી પણ બસ ડ્રાઈવરને ખ્યાલ ન આવવાને કારણે પાછલાં ટાયર નીચે પણ બાળકી પર ફરી વળે છે. ત્યાર પછી આગળ જઈ બસ ડ્રાઈવર દ્વારા બસને ઉભી રાખવામાં આવે છે, પરંતુ ત્યાં સુધીમાં બાળકી પર બેવાર વજનદાર ટાયર ફરી વળતા ઘટનાસ્થળ પર જ બાળકી દમ તોડી દે છે અને દર્દનાક મોત નીપજે છે.
ઉલ્લેખનીય છે કે, અકસ્માત પછી બાળકીને જેતપુર સરકારી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવે છે. જ્યાં ફરજ પરનાં ડોકટર દ્વારા આ અકસ્માતમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા માટેનું કહેતા મામલો બીચકાયો હતો. ત્યારપછી જેતપુર-જામકંડોરણાનાં ધારાસભ્ય જયેશ રાદડીયા તાત્કાલિક ધોરણે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ત્યારબાદ જયેશ રાદડીયાએ પરિવારની પડખે રહીને સિવિલનાં ડોક્ટરનો કડક શબ્દોમાં ઉધડો લીધો હતો અને તાત્કાલિક પોસ્ટમોર્ટમ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ ડોકટરની તાત્કાલિક બદલી માટે સિવિલ સુપરિન્ટેન્ડન્ટને જણાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ ડોકટર દ્વારા તાત્કાલિક બાળકીનું પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.