રાજકોટ(ગુજરાત): રાજકોટ શહેરના ભૂતખાના ચોકમાં આવેલી હોટલ આર.આર.ના રૂમમાં નિવૃત્ત SRP જવાનના પુત્રએ આપઘાત કર્યો છે. આજે બપોરના સમયે ઘરેલું ઝઘડાને કારણે મોરબીથી રાજકોટ આવી પરિણીત યુવાને હોટલમાં પંખા સાથે દોરડું બાંધી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસ સ્થળ પર પહોંચી કાયદેસરની કર્યવાહી શરુ કરી છે.
મળતી માહિતી અનુસાર, આજે બપોરના સમયે નિવૃત્ત SRP જવાન મુળજીભાઈ ચૌહાણના પુત્ર હર્ષદ ચૌહાણ ઘરેથી નીકળી રાજકોટ આવી ભૂતખાના ચોક સ્થિત હોટલ આર.આર.માં રોકાયો હતા. ત્યારબાદ પંખા સાથે દોરડું બાંધી આત્મહત્યા કરી હતી. ઘરકંકાસને કારણે ઘરેથી નીકળી ગયા હોવાથી ઘરના સભ્યો મૃતક યુવાનની શોધખોળ શરુ કરી હતી. આ દરમિયાન યુવકનું મોટરસાઇકલ ભૂતખાના ચોક ખાતે દેખાતા હોટલમાં તપાસ શરુ કરી હતી.
ત્યારબાદ યુવક હોટલ રૂમમાં હોવાનું માલૂમ થતાં રૂમ ખખડાવવા છતાં ખોલવામાં ન આવતાં રૂમની ગેલરીમાંથી અંદર પ્રવેશ કરી જોયું તો યુવક પંખા સાથે લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. જેની જાણ ભક્તિનગર પોલીસસ્ટાફને થતા તે સ્થળ પર પહોંચી યુવકના મૃતદેહને પોસ્ટમોટર્મ માટે હોસ્પિટલ ખસેડી કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.
–નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.