ભારત-ચીનની વચ્ચે સતત તિરાડો પડી રહી છે ત્યારે ચીનની વિવિધ એપ્લીકેશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હાલમાં મોદી સરકારનું ‘આત્મનિર્ભર અભિયાન’ ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતમાં આવેલ રાજકોટ શહેરને લઈ એક આનંદનાં સમાચાર સામે આવી રહ્યા છે.
ઈમિટેશન માર્કેટનું હબ ગણાતા રાજકોટ શહેરમાં ચીન કરતા ખુબ સસ્તી કિંમતની તથા ફિનિશિંગ વાળી ઈમિટેશન જ્વેલરી બનાવવામાં આવશે. આની માટે દેશનું સૌપ્રથમ ખાસ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવશે. જેમાં કારીગરો, વેપારીઓને તાલીમ આપવા માટે મુંબઈના ટ્રેનરો ખાસ તાલીમ આપવા માટે આવશે.
આની ઉપરાંત એક લેબ ખોલવામાં આવશે. જેમાં તમામ મશીનરીથી લઈને કમ્પ્યૂટર સહિતની તમામ પ્રકારની સુવિધા હશે. રાજકોટ ઈમિટેશન માર્કેટ એસોશીયેશનના પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઈ મહેતાએ કહ્યું હતું કે, ટ્રેનિંગ સેન્ટર બનાવવા માટે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ સેન્ટરનો સહયોગ મળી રહ્યો છે.
કોરોના મહામારી પછી લોકોનો ચાઈનીઝ પ્રોડક્ટ પરથી વિશ્વાસ ઊઠી રહ્યો છે. જેનો લાભ રાજકોટ ઈમિટેશન માર્કેટને મળી રહ્યો છે. દિવાળી બાદ ગલ્ફ કન્ટ્રીમાંથી ઓર્ડર મળવાની શરૂઆત થઈ ગઈ છે. આની સિવાય ટ્રેનિંગ સેન્ટર ખૂલવાથી રોજગારીમાં પણ ખુબ વધારો થશે.
વેપારીનું ડેલિગેશન આફ્રિકન કન્ટ્રીની મુલાકાત લેશે :
દેશનું સૌપ્રથમ ટ્રેનિંગ સેન્ટરની શરૂઆત થવાથી પ્રોડક્શન કોસ્ટમાં ઘટાડો આવશે. જેને પરિણામે અંતિમ ગ્રાહક છે તેને સસ્તી કિંમતમાં જ્વેલરી મળશે. તાલીમ સિવાયના કલાકો દરમિયાન મશીન પર જોબવર્કની સુવિધા ઉપલબ્ધ થશે. જ્યારે ભવિષ્યમાં રાજકોટના વેપારીઓનું ડેલિગેશન આફ્રિકન દેશોની મુલાકાત લે તેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આની માટે ઈન્ડોઆફ્રિકાના ચેમ્બર ઓફ કોમર્સનો સહયોગ મળી રહ્યો છે.
રાજકોટની ઈમિટેશન જ્વેલરી, કારીગરોની વિશેષતા :
અહીંના કારીગરો મહેનતુ છે, તેઓ દિવસ રાત કામ કરી શકવાની ક્ષમતા પણ ધરાવે છે. કારીગરો કમ્ફર્ટ ઝોનમાં રહીને કામ કરી રહ્યા છે. આ વ્યવસાયમાં મહિલાઓનું ખુબ યોગદાન રહેલું છે. બધા લોકોની પાસે આવડત તેમજ અનુભવ એમ બન્નેનો સમન્વય રહેલો છે. ઉદ્યોગમાં નવી ટેક્નોલોજીનો વપરાશનો અભાવ રહેલો છે કે, મજૂર અથવા તો માલિક પાસે ટેક્નોલોજીનું કોઈ જ્ઞાન નથી. પરંપરાગત પદ્ધતિથી વ્યવસાય કરવામાં આવે છે. સમયની સાથે થતાં કોઈ ફેરફાર ઝડપથી સ્વીકારવામાં આવતાં નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle