સુરત(Surat): શહેરમાં ગઈકાલે વીરતા વેલફેર ટ્રસ્ટ(Veerata Welfare Trust) દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ, વિરાંજલી અને રકતાંજલી નામનો ત્રિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શહીદોને નમન કરી રાષ્ટ્રની સરહદ સાચવતા વીર જવાનોને વંદન કરી રાષ્ટ્રને રક્તની અંજલી આપતો રકતાંજલી(Raktanjali) એટલે કે મહારક્તદાન કેમ્પ(Blood donation camp)નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મહારક્તદાન કેમ્પમાં પણ 108થી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. સાથે સાથે અમર જવાનની પ્રતિકૃતિ બનાવી પુષ્પાંજલિ અર્પણ કરી, ભારત-પાકિસ્તાનની આબેહૂબ બોર્ડર બનાવી એક સરહદનો અહેસાસ કરાવ્યો હતો. શહેરના મોટાભાગના લોકોએ આ સ્થળની વિઝીટ કરી પોતાનો રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમભાવ પ્રગટ કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ પ્રોજેક્ટ સરહદ- 2023 અંતર્ગત કરવામાં આવ્યો હતો.
આપણે સૌ જાણીએ છીએ કે, લોહીની જરૂરિયાત વિવિધ પ્રકારની સારવાર તથા આપાતકાલીન સમયે ખુબ જ પડે છે. બ્લડ ડોનેશન એ જીવલેણ બીમારીથી પીડાતા દર્દીઓને લાબું જીવન જીવાડવામાં ખુબ જ મદદ કરે છે અને જટિલ મેડિકલ તથા સર્જીકલ પ્રોસિજરમાં પણ ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. આ સાથે લોહીની જરૂર કેટલાય પ્રકારની ઇમર્જન્સી પરિસ્થિતિ જેવી કે કુદરતી આફતો, અકસ્માત, યુદ્ધ વખતે થતી ઇજાઓમાં પણ વધારે પ્રમાણમાં પડે છે.
રક્તદાનથી થાય છે આ ફાયદા:
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, રક્તદાન કરવાથી આપણા શરીર અને હૃદયનું સ્વાસ્થ્ય ખુબ જ સારું રહે છે. લોહીમાં આયર્નનું પ્રમાણ વધી જવાને કારણે હાર્ટને લગતી વિવિધ બીમારી થવાની શક્યતાઓ ખુબ જ રહે છે. ત્યારે નિયમિત રીતે રક્તદાન કરવાથી લોહીમાં આયર્નના પ્રમાણમાં ઘટાડો થાય છે, કે જેને કારણે હાર્ટ અટેકની શક્યતા 88% જેટલી ઘટી જાય છે.
આ સાથે રક્તદાનથી લકવા થવાની શક્યતામાં પણ 33% જેટલો ઘટાડો થઇ જાય છે. તબીબોના જણાવ્યા અનુસાર, રક્તદાન કરવાથી કેન્સર થવાની શક્યતામાં પણ ઘટાડો થાય છે. એક રિસર્ચ મુજબ રક્તદાનથી લીવર, આંતરડા, પેટ, ફેફસા તથા ગાળાના કેન્સરની શક્યતાઓમાં ઘટાડો થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.