હજારો કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગના મામલે અરેસ્ટ કરવામાં આવેલા રાણા કપૂર પોતે શાહી જીવન જીવી રહ્યા છે. લંડનમાં અકૂત સંપત્તિ જમા કરનારા રાણા કપૂરની ભારતમાં પણ અઢળક સંપત્તિ છે. રાણા કપૂરના પરિવારે મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાની બાજુમાં જ 128 કરોડ રૂપિયાનો બંગલો ઉભો કરી દીધો છે. તો ચાલો આપણે જાણીએ કે શું ખાસિયતો છે આ બંગલાની…
10 સૌથી મોંઘા ઘરોમાં સામેલ છે યસ બેંકના ફાઉન્ડર રાણા કપૂરનું આ ઘર
યસ બેંકના ફાઉન્ડર રાણા કપૂરના પરિવારે વર્ષ 2018માં 128 કરોડ રૂપિયાના ખર્ચે આ જમીન ખરીદી હતી. બિઝનેસ ઈનસાઈડરની એક રિપોર્ટ અનુસાર, રાણા કપૂરનું આ ઘર ભારતના 10 સૌથી મોંઘા ઘરોમાં સામેલ છે. આ બંગલો મુંબઈના પૉશ વિસ્તાર ટોની અલ્ટામાઉન્ટ રોડ પર સ્થિત છે. આ મકાનનો મોલિકી હક સિટી ગ્રુપની પાસે હતો.
એન્ટીલિયાની બાજુમાં છે રાણા કપૂરનો આ બંગલો
યસ બેંકના ફાઉન્ડર રાણા કપૂરનો આ બંગલો મુકેશ અંબાણીના બંગલા એન્ટીલિયાની બાજુમાં જ છે. 44 અબજ કરોડ રૂપિયાની કિંમતવાળાં એન્ટીલિયાની બાજુમાં જ રાણાનો આ બંગલો છે. જે ચર્ચામાં ઓછો આવે છે પણ સુવિધાના મામલે ખુબ લાજવાબ માનવામાં આવે છે.
પત્નીના નામે છે આ બંગલો
આ બિલ્ડીંગને યસ બેંકના ફાઉન્ડર રાણા કપૂરની પત્ની બિંદૂ અને એક ખાનગી કંપનીએ ખરીદી છે. આ બિલ્ડીંગને ખરીદી લીધા બાદ રાણા કપૂરે જણાવતા કહ્યું હતું કે, આ બિલ્ડીગ મારા પરિવારે લીધી છે. મેં નહિ. દિલ્હીમાં જન્મેલા રાણા કપૂરે એક બેંકર તરીકે શરૂઆત કરી અને ભારતની ચોથા નંબરની સૌથી મોટી બેંક યસ બેંકની સ્થાપના કરી હતી. સાઉથ મુંબઈમાં એક વર્ષ સુધી તપાસ હાથ ધર્યા બાદ રાણા કપૂરની પત્નીએ આ બંગલો ખરીદ્યો હતો. આ બંગલાનું કુલ બાંધકામ 14,800 વર્ગ ફૂટ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.