લ્યો બોલો: હવે તો નેતાનો પુત્ર જ ખુલ્લેઆમ દારૂનો વેપલો કરતો ઝડપાયો 

અમદાવાદ(ગુજરાત): આજકાલ રાજ્યમાં પોલીસ દ્વારા સતત વોચ રાખીને દારૂનો વેપલો કરતા બુટલેગરોને ઝડપી પડવામાં આવે છે. આ દરમિયાન, શાહપુરમાં પાન પાર્લરની આડમાં દારૂના વેપારનો પ્રર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા રાજકીય નેતાના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, બે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, નેતાઓના પુત્ર જ ખુલ્લેઆમ દારૂનો વેપાર કરતા જોવા મળે છે.

મળતી માહિતી મુજબ, રાજકીય નેતા જયેશ પટેલનો પુત્ર જીપલ પટેલ જે શાહપુરમાં સાંઈ પાન પાર્લરની આડમાં દારૂનો વેપાર કરતો હતો. આ અંગે શાહપુર પોલીસને જાણ થતા 23 જુલાઈના રોજ સાંઈ પાન પાર્લરમાં રેડ કરવામાં આવી હતી ત્યારે પાર્લરની નીચે દારૂની બોટલ છુપાવેલી જોવા મળી હતી. જયારે પાર્લરની પાછળ મંડપના સામાનના ગોડાઉનમાં 5 પેટી જેટલો દારૂનો જથ્થો જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા આ૩ કેસમાં જીપલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત પ્રદિપ ઉર્ફે પદીયો અને હરીયો ઉર્ફે હરીકુષ્ણ મિસ્રી નામના બે આરોપી ફરાર થતા પોલીસ દ્વારા તેમની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, આરોપી જીપલ પટેલ રાજકીય આગેવાનના દરિયાપુર વિધાનસભા શહેરના કારોબારી સભ્ય જયેશ પટેલનો પુત્ર છે. તેણે છેલ્લા છ શાહપુર મોટા હમામની પોળ નજીક પાન પાર્લર શરૂ કર્યુ હતુ. જયારે પ્રદિપ અને હરીયો મિસ્ત્રી દારૂનો જથ્થો લાવતા અને પાર્લરની આડમાં વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. દરેક બોટલના વેચાણ પણ જીપલને કમિશન મળતુ હતુ.

શાહપુર પોલીસ દ્વારા જીપલની ધરપકડ કરીને દારૂનો જથ્થા અને વેચાણને લઈને પુછપરછ શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ તો ફકત કાગળ પર જ છે. તે રાજકીય નેતાના પુત્રની ધરપકડથી જ સાબિત થાય છે. હાલમાં પોલીસ દ્વારા ફરાર આરોપી પ્રદિપ અને હરીયાની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, તેમની પુછપરછમાં દારૂના નેટવર્કમા નવા ખુલાસા થાય તેવી શકયતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *