છાત્રાઓથી ખીચોખીચ ભરાયેલી એસ. ટી. બસ ખાળીયામાં ખાબકી

બોટાદના રાણપુરની એક શાળાની વિર્દ્યાિથનીઓ ખીચોખીચ ભરેલી એસ.ટી. બસ આજે રાણપુરથી બે કિ.મી. દૂર બરવાળા ચોકડી પાસે ખાળીયામાં ઉતારી જતાં ભારે કાગારોળ મચી ગઇ હતી. જો કે, સદનસીબે આ ઘટનામાં વિર્દ્યાિથનીઓ અને કન્ડકટરને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.અને મોટો અકસ્માત થતાં સ્હેજમાં રહી ગયો હતો. જયારે ડ્રાઇવર ભાગી જતાં તેની સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવા ધંધુકા ડેપો મેનેજરે આદેશ કર્યા છે.

આ અંગેની ઘટના એવી છે કે, ધુકા એસ.ટી. ડેપોની અને ધંધુકાથી દરરોજ સવારે રાણપુર આવવા માટે સવારે ૯ઃ૩૦ કલાકે ઉપડતી લોકલ બસમાં મોટાભાગે રાણપુરની જન્મભૂમિ હાઇસ્કૂલની વિર્દ્યાિથનીઓ અપ-ડાઉન કરતી હોય છે. આજે પણ નિત્યક્રમ પ્રમાણે બસ વિર્દ્યાિથનીઓથી ખીચોખીચ ભરાયેલી હાલતમાં રાણપુર જતી હતી ત્યારે, રાણપુરથી બે કિ.મી. દૂર બરવાળા ચોકડી પાસે બસ એક ખાળીયામાં ઉતરી ગઇ હતી અને એક બાજૂ નમી ગઇ હતી. તો, આ ઘચનાને લઇ બસમાં હેઠેલી વિર્દ્યાિથનીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા અને તમામે ચિચીયારીઓ કરી મુકતા વાતાવરણમાં દહેશત ફેલાઇ ગઇ હતી.

જો કે, સદનસીબે અમુક વિર્દ્યાિથનીઓને બાદ કરતાં કોઇને ઇજા પહોંચી ન હતી. જયારે ક્ન્ડકટરને ઇજા પહોંચી હતી છતાં તેમણે વિર્દ્યાિથનીઓને બસમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી. જયારે અકસ્માત સર્જી ડ્રાઇવર ક્રિપાલસિંહ હરદેવસિંહ ચુુડાસમા ફરાર થઇ ગયેલ. આ અંગે વિર્દ્યાિથનીઓ અને સ્થાનિક મુસાફરોએ ધંધુકા એસ.ટી. ડેપો મેનેજર નરેન્દ્વસિંહ જાડેજાને ફરિયાદ કરતાં તેમણે બનાવની ગંભીરતા સમજીને તાકિદે વૈકલ્પિક વ્યવસ્થા કરી ફરાર ડ્રાઇવર સામે સસ્પેન્શનના પગલા લેવા તજવીજ હાથ ધરી હતી. જો કે, બનાવ અંગે વિર્દ્યાિથનીઓ અને તેના વાલીઓએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જેના કારણે પોલીસે આ બાબતે કોઇ કાનૂની કાર્યવાહી હાથ ધરી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *