સુરત(ગુજરાત): વડોદરાના યુવકે ડિંડોલીની ડિવોર્સી મહિલાને કારમાં લિફ્ટ આપ્યા બાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી. યુવકે લગ્નની લાલચ આપીને મહિલા સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યાર બાદ યુવકે લગ્ન કરવાનો ઇન્કાર કરી મહિલાને ધમકી પણ આપી હતી. બાદમાં ડિંડોલી પોલીસ સ્ટેશનમાં મહિલાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
ડિંડોલીમાં રહેતી 26 વર્ષની એક મહિલા જેનું નામ સ્નેહા છે. તેને 3 વર્ષનો અને 1 વર્ષનો એમ બે દીકરા છે. સ્નેહા શાકભાજી વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેણી ફ્રેબ્રુઆરીમાં સણિયા કણદે ગામમાં મકાન જોવા ગઈ હતી. ત્યારે રસ્તામાં એક કારવાળાએ તેને લિફ્ટ આપી હતી.
તે દરમિયાન બંન્ને વચ્ચે મિત્રતા થઈ હતી. યુવતી અને રાહુલ બારિયા બંને નિયમિત મળતા હોવાથી તેમના વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જયારે સ્નેહાને રાહુલે લગ્ન કરવાની વાત કરી હતી ત્યારે તેણીએ લગ્ન કરવાની હા પાડી હતી.
આ પછી ઘણી વાર બંને હોટલ તેમજ અન્ય જગ્યાએ શરીર સંબંધ બંધાયા હતા. જોકે, રાહુલે પછી લગ્ન કરવાની ણા પડી હતી એટલુ જ નહીં રાહુલે યુવતીને ધમકી આપતા કહ્યું હતું કે, જ્યારે હું આવું ત્યારે હું તારી સાથે સંબંધ બાંધીશ, જો તું ણા પડીશ તો હું તારા બંને બાળકોને જાનથી મારી નાખીશ. જેથી ડિંડોલી પોલીસ સ્ટેશનમાં સ્નેહાએ રાહુલ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.