હાલમાં 24 વર્ષની નિક્કી સાથે 16 જાન્યુઆરીએ જેકે હોસ્પિટલ પાસે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. નિક્કીએ વિરોધ કર્યો તો આરોપીએ તેના માથા પર પથ્થર મારી દીધો હતો. છોકરીને ધક્કો વાગતા તે પડી ગઈ તો તેની કરોડરજ્જૂ પર ગંભીર ઈજા પહોચી છે. એમ્સમાં ઓપરેશન કરવામાં આવ્યું છે અને તેમાં 42 ટાકાં લેવામાં આવ્યા છે. પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે તે બિલકુલ હલન-ચલન કરી શકતી નથી.
નિક્કી કહે છે કે, હું 16 જાન્યુઆરીની સાંજે 7:30 વાગ્યે રોજની જેમ ઈવનિંગ વોક પર નીકળી હતી. જેકે હોસ્પિટલ તરફથી દાનિશકુંજ ચાર રસ્તા તરફ જઈ રહી હતી. ત્યારે જ હોસ્પિટલથી અંદાજે 200 મીટર આગળ નર્સરી પાસે સામેથી એક છોકરો આવતો દેખાયો હતો. નજીક આવતા જ તેણે મને જોરથી ધક્કો માર્યો હતો. હું રસ્તાના કિનારે આવેલા પાંચ ફૂટ ઉંડા ખાડામાં પડી ગઈ. આ દરમિયાન મારી કરોડરજ્જૂ ટૂટી ગઈ. મે જેકેટ છોડાવવાનો પ્રયત્ન કર્યો તો તેણે મને ઝાડીઓમાં ધક્કો મારી દીધો. તે મારા શરીરને ચૂંથવા લાગ્યો અને બટકાં ભરવા લાગ્યો. તે દુષ્કર્મનો પ્રયત્ન કરી રહ્યો હતો. હું હાથ પગ હલાવીને બચવાનો પ્રયત્ન કરી રહી હતી પરંતુ તે મને માર મારી રહ્યો હતો.
મેં ચીસ પાડી તો તેણે પથ્થર લઈને મારા માથામાં ઘણી વખત માર્યો. મને કશી ખબર નહતી પડતી કે હું શું કરું. એક મીનિટ માટે મને એવું લાગ્યું કે, એ મને જીવતી નહીં રેવા દે. તેથી જીવ બચાવવા મે તેને વિનંતી કરી કે- તું રેપ કરી લે, હું ચીસો નહીં પાડું, કોઈને ફોન પણ નહીં કરું, પરંતુ મને પથ્થરથી મારીશ નહીં. થોડો શ્વાસ તો લેવા દે. તેણે પથ્થર મારવાનું બંધ કર્યું. તેણે અંદાજે 5 મિનિટ સુધી મારી સાથે રેપ કર્યો. હું હેલ્પ-હેલ્પની બુમો પાડતી હતી. સારુ થયું કે, મારો અવાજ ત્યાંથી પસાર થતાં એક યુવક-યુવતી સુધી પહોચ્યો. તે સાંભળીને બંને ઝાડીઓમાં આવ્યા. આરોપી તેમને જોઈને મને અધમુઈ છોડીને ભાગી ગયો.
નિક્કીએ આગળ કહ્યું કે, મને બેભાન થતાં પહેલા એટલું યાદ છે કે, તે બંનેએ ફોન કરીને કાર બોલાવી અને મને કારમાં લઈ ગયા. તેઓ મને એમ્સ લાવ્યા હતા. મારી કરોડરજ્જૂ ટૂટી ગઈ છે, માથામાં ઘણી ઈજા થઈ છે અને ટાંકા પણ આવ્યા છે. ડોક્ટર દ્વારા કરોડરજ્જૂમાં સળીયો નાખ્વામાં આવ્યો છે. ઓપરેશન તો થઈ ગયું છે, પરંતુ હું મારી મરજીથી એક ઈંચ પણ હલી શકતી નથી. કમરની નીચેનો ડાબી બાજુનો હિસ્સો પેરલાઈઝ થઈ ગયો છે. ડાબો પગ સતત હલ્યા કરે છે. ઓછામાં ઓછા છ મહિના સુધી દરેક સેકન્ડ મારે પથારીમાં રહેવું પડશે. પોલીસે જેટલી મને પીડા આપી છે, તેટલી જ પોલીસ આરોપીને છુપાવી રહી છે. કોલાર પોલીસ 17 જાન્યુઆરીએ એમ્સ પહોંચી. તેમણે દાનિશકુંજ ચારરસ્તા પર આવેલા સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ જપ્ત કરી લીધું છે. તેમાં તે આરોપી સામેની બાજુથી મને ધક્કો મારતો હોય તેવું જોવા મળે છે.
પોલીસ ત્રણ દિવસ સુધી એવું જ કહેતી રહી કે, આરોપી કોઈ પરિચીત જ હશે. પરંતુ 20 દિવસપછી તેમણે અચાનક જણાવ્યું કે, મહાબલી નગરના એક યુવકે આરોપ સ્વીકારી લીધો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ પોલીસ હજી સુધી આરોપીને પીડિતા સામે લઈને આવી નથી. મેં આરોપીના અવાજનો ઓડિયો પણ માંગ્યો છે, જેથી હું તેને ઓળખી શકું. પરંતુ પોલીસે એ પણ નથી આપ્યું. આ જીવલેણ હુમલો હતો, રેપનો પ્રયત્ન હતો અને છતા પણ પોલીસ સામાન્ય મારઝૂડનો કેસ માની રહી છે. મારી માતા મને વ્હીલચેર, સ્ટ્રેચર પર પોલીસ સ્ટેશન લઈ જવા તૈયાર છે, જેથી આરોપીની ઓળખ કરી શકું. પરંતુ પોલીસ આરોપીનો ફોટો પણ નથી બતાવતી અને ના અમને સામ-સામે આવવા દેતી. માતાએ ગયા મંગળવારે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પાસે પણ મદદ માંગી છે. હું ઈચ્છું છું કે, તેણે મને જેટલી પીડા આપી, તે પણ એટલી જ પીડાથી તડપે. આ વર્ષે દિવાળી સુધી હું નોકરી કરતી હતી. માતાને કોરોના થયો હતો તો આરમ કરવો પડ્યો હતો. પહેલાં નોકરી જતી રહી અને હવે આ દુર્ઘટના થઈ.
કોલાર પોલીસ સ્ટેશનના ટીઆઈ સુધીર અરજરિયાએ કહ્યું કે, ઘટનાવાળી જગ્યા પરથી એક એક્ટિવ મોબાઈલ નંબર મળ્યો છે, જે હરિયાણાના કોઈ છોકરાનો છે. પરંતુ તે છોકરાનો આ ઘટના સાથે કોઈ સંબંધ નથી. ત્યારપછી અમે બીજા એક છોકરાની ધરપકડ કરી છે. તેની માહિતી અમને એક સાક્ષી દ્વારા આપવામાં આવી છે. હાલમાં છેડતીના તે આરોપીની ધરપકડ કરીને તેને જેલ મોકલી દેવામાં આવ્યો છે. આરોપી મહાબલી નગરમાં રહે છે તેવું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle