હાલમાં ગુરુવારે એક બળાત્કારી શિક્ષકને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ સાથે આરોપીએ પીડિતાને 4 લાખ રૂપિયા વળતર આપવાનો પણ આદેશ આપ્યો છે. આરોપી શિક્ષકે બળાત્કારના ફોટોગ્રાફ્સ અને વીડિયો બનાવ્યા હતા. જેણે જાહેરમાં ધમકી આપીને લગભગ એક વર્ષ સુધી તેની સ્કૂલની બાળકી સાથે શારીરિક શોષણ કર્યું હતું.
મનીષ પૌલ સામે 2020માં બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી. મનીષ યુરો સ્કૂલનો એક શિક્ષક હતો. આ દરમિયાન, ઓગસ્ટ 2019થી જુલાઈ 2020 સુધીમાં શાળાની એક સગીર છોકરીને તેણે પોતાનો શિકાર બનાવ્યો.
મનીષે એકવાર ઓગસ્ટ 2019માં સ્કૂલના બીજા માળે છોકરીને બોલાવી હતી અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. વિદ્યાર્થીને કોઈને આ વાત કહે નહિ તેની ધમકી આપી હતી. ત્યારબાદ જેન્ટ્સ બાથરૂમમાં લઈ જઈ તેની સાથે ઘણી વખત બળાત્કાર ગુજાર્યો. મનીષે બળાત્કાર દરમિયાન વિદ્યાર્થીનો ફોટો પાડ્યો હતો અને વીડિયો પણ બનાવ્યો હતો. આ પછી, તે ઘણી વાર છોકરીને ખાનગીમાં બોલાવતો હતો અને તેની સાથે બળાત્કાર ગુજારતો હતો.
શિક્ષકના આ કાર્યથી કંટાળીને યુવતી જ્યારે તેના બોલાવવા મળવા નહોતી આવતી ત્યારે મનીષ તેના ઘરે જતો અને તે વિસ્તારની આસપાસ ફરતો. આખરે, વિદ્યાર્થીએ આ વાત પરિવારના સભ્યોને જણાવી. ત્યારબાદ જુલાઈ 2020માં મનીષ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાઈ. આ કેસની સુનાવણી આજે થઈ હતી અને નડિયાદની પોસ્કો કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. આ સમગ્ર ઘટના ગુજરાતના નડિયાદમાં બની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle