બોલિવૂડ(Bollywood): એક્ટ્રેસ રવિના ટંડનના(Raveena Tandon) પિતા રવિ ટંડન(Ravi Tandon) વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોરોનાકાળ બાદ બી ટાઉનમાંથી સતત અનેક લોકોના સ્વર્ગવાસ પામવાના સમાચાર સામે આવી રહ્યા છે, થોડા દિવસ પહેલા જ કોકિલા લતાએ અંતિમ શ્વાસ લીઘા હતા ત્યારે હવે જાણીતી અભિનેત્રી રવિના ટંડનના પિતા અને જાણીતા નિર્દેશક રવિ ટંડન એ આજે શુક્રવારના રોજ અંતિમ શ્વાસ લીઘા છે,જેને લઈને અભિનેત્રી રવિના ટંડન પર દુખનો પહાડ તૂટ્યો છે.
અભિનેત્રીના પિતાનું મુંબઈમાં નિધન થયું છે. રવિના ટંડને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ જારી કરીને આ સમાચારની પુષ્ટિ કરી છે. અભિનેત્રીએ તેના પિતાની કેટલીક તસવીરો શેર કરી અને કેપ્શનમાં લખ્યું- ‘તમે હંમેશા મારી સાથે ચાલશો, હું હંમેશા તમારી સાથે રહીશ, હું ક્યારેય જવા દઈશ નહીં. લવ યુ પાપા.’
View this post on Instagram
પ્રાપ્ત માહિતી અનુસાર, રવિ ટંડનનું શુક્રવારે સવારે નિધન થયું હતું. તેઓ 86 વર્ષના હતા. રવિ ટંડનનું શુક્રવારે સવારે લગભગ 4.45 વાગ્યે તેમના મુંબઈ સ્થિત નિવાસ્થાને નિધન થયું હતું. રવિના ટંડને તેના પિતાના ફોટો શેર કરીને સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ લખી છે. ફિલ્મ જગતના તમામ લોકો તેમની પોસ્ટને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
17 ફેબ્રુઆરી 1935ના રોજ તેમનો જન્મદિવસ હતો. તેમનો જન્મ આગ્રામાં પંજાબી પરિવારમાં થયો હતો. રવિએ વીણા ટંડન સાથે લગ્ન કર્યા. આ પછી તેમના ઘરે રાજીવ અને રવિનાનો જન્મ થયો. રવિ ટંડન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક મોટો ચહેરો હતો. તેણે પોતાની કારકિર્દીમાં ઘણી ફિલ્મોનું નિર્દેશન કર્યું. આ ફિલ્મોમાં ‘ખેલ ખેલ મેં’, ‘અનહોની’, ‘નઝરાના’, ‘મજબૂર’, ‘ખુદ-દાર’ અને ‘ઝિંદગી’નો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.