Ravi kishans daughter Ishita Shukla joins army: હિન્દી સિનેમાના પ્રખ્યાત સ્ટાર અને રાજનેતા રવિ કિશનની પુત્રી ઈશિતા શુક્લા ડિફેન્સ ફોર્સમાં જોડાઈ ચુકી છે. ઈશિતા ભારત સરકારની અગ્નિપથ યોજના હેઠળ ડિફેન્સ દળનો એક ભાગ બની છે. આ વર્ષની શરૂઆતમાં રવિ કિશને કહ્યું છે (Ravi kishans daughter Ishita Shukla joins army)કે તેઓ ઈચ્છે છે કે તેમની દીકરી ડિફેન્સ ફોર્સમાં જોડાય. આ સ્થિતિમાં અભિનેતાની છાતી ચોક્કસ ગર્વથી પહોળી થઈ ગઈ હશે. એવામાં હવે અનુપમ ખેરે પણ ટ્વીટ દ્વારા જણાવ્યું છે કે ઈશિતાના વખાણ કર્યા હતા અને રવિ કિશનને અભિનંદન પણ આપ્યા છે.
मेरे प्यारे दोस्त @ravikishann ! आपकी बेटी #Ishita के बारे में प्रेरणात्मक समाचार पढ़ा! कि उन्होंने अग्निवीर स्कीम के अन्तर्गत हमारी डिफेंस फ़ोर्सेज़ जॉइन की है।मन प्रसन्न भी हुआ और गर्वित भी।ईशिता को मेरा प्यारा और आशीर्वाद देना।और उससे कहना उसका ये कदम लाखों बच्चियों के लिए… pic.twitter.com/W8JhdgXdEr
— Anupam Kher (@AnupamPKher) June 29, 2023
અનુપમ ખેરે ટ્વીટમાં લખ્યું છે કે, ‘મારા પ્રિય મિત્ર રવિ કિશન તમારી દીકરી ઇશિતા વિશે માટે પ્રેરણાદાયી સમાચાર વાંચ્યા કે તે અગ્નિવીર યોજના હેઠળ ડિફેન્સ ફોર્સમાં જોડાઈ છે. મને આ વાતની ખુશી છે અને મને આ વાતનો ગર્વ પણ છે. ઈશિતાને અઢળક પ્રેમ અને આશીર્વાદ આપ્યા. તેને કહો કે તેનું આ પગલું લાખો છોકરીઓ માટે પ્રેરણાનું ઉદાહરણ બનશે!જય હિન્દ!’
— Ravi Kishan (@ravikishann) June 28, 2023
તમને જણાવી દઈએ કે રવિ કિશને પણ તેમની પુત્રીની આ ઉપલબ્ધિ વિશે ટ્વિટ કર્યું. આ પહેલા 15 જૂનના રોજ તેણે અન્ય એક ટ્વીટમાં પણ લખ્યું હતું કે, “સવારે પુત્રીએ કહ્યું કે તે અગ્નિપથ યોજના હેઠળ સેનામાં જોડાવા માંગે છે. મેં તેને કહ્યું, આગળ વધો. ઈશિતાની વાત કરીએ તો તે માત્ર 21 વર્ષની ઉમર ની છે. 10 ફેબ્રુઆરીએ જૌનપુરમાં જન્મેલી ઈશિતાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. ઈશિતા NCCમાં કેડેટ રહી ચૂકી છે. ઈશિતાએ વર્ષ 2022માં NCC ADG એવોર્ડ ઓફ એક્સેલન્સ જીત્યો હતો.
ગણતંત્ર દિવસ પરેડમાં શામેલ
ઈશિતા ગણતંત્ર દિવસ પરેડનો હિસ્સો પણ બનેલી હતી. ઈશિતા શુક્લા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ રહે છે. ઈશિતા સોશિયલ મીડિયા પર પરિવારની સાથે સાથે ટ્રેનિંગના ફોટોઝ પણ શેર કરતી રહે છે. રવિ કિશને ખુશી વ્યક્ત કરતા ટ્વિટ કર્યું હતું કે મને મારી પુત્રી ઈશિતા પર ગર્વ છે. પ્રજાસત્તાક દિવસની પરેડમાં સામેલ થવા માટે ઈશિતાએ ઘણી મહેનત કરી હતી. જે દેશની સેવા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
ઈશિતા અગ્નિપથ યોજના હેઠળ સંરક્ષણમાં જોડાશે
સેલિબ્રિટી ફોટોગ્રાફર વરિન્દર ચાવલાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ અંગે જાણકારી આપી હતી. આ પોસ્ટમાં જણાવ્યું હતું કે, ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશનની દીકરી ઈશિતા શુક્લા અગ્નિપથ યોજના હેઠળ સંરક્ષણ દળોમાં જોડાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.