સર રવીન્દ્ર જાડેજા પર લાગ્યા મસમોટા આરોપ, જો સાબિત થયું તો ક્યારેય નહિ રમી શકે ક્રિકેટ!

India Australia 1st Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સીરીઝ શરૂ થઈ ગઈ છે. આ સીરીઝમાં નાગપુરમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના શરૂઆતના દિવસે જ વિવાદ ઉભો થયો હતો. ઓસ્ટ્રેલિયાના મીડિયાએ ટીમ ઈન્ડિયા(Team India)ના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પર બોલ સાથે ચેડા કરવાનો આરોપ લગાવ્યો છે. ઓસ્ટ્રેલિયાના મીડિયા આઉટલેટ ફોક્સ ક્રિકેટે રવીન્દ્ર જાડેજા(Ravindra Jadeja) સાથે સંબંધિત એક ક્લિપ શેર કરી છે.

ફોક્સ ક્રિકેટે કેપ્શનમાં લખ્યું, ‘મજેદાર. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ દરમિયાન સવાલો ઉભી કરતી એક બાબત સામે આવી છે, જેને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ વિડીયો ક્લિપમાં જોવા મળે છે કે રવીન્દ્ર જાડેજા બોલ ફેંકતા પહેલા સાથી ખેલાડી મોહમ્મદ સિરાજ પાસે જાય છે અને તેની પાસેથી મલમ જેવી વસ્તુ લઈને તેની આંગળીઓ પર લગાવે છે.

ICCના નિયમો અનુસાર, બોલર અથવા ફિલ્ડર તરફથી બોલ પર કંઈપણ મૂકવાની મનાઈ છે અને આવું કરવું બોલ ટેમ્પરિંગની શ્રેણીમાં આવશે. વિડીયો માં રવિન્દ્ર જાડેજા આવું કંઈ કરતો જોવા મળી રહ્યો નથી. ફૂટેજ જોતા જણાય છે કે જાડેજાએ પોતાની આંગળીઓને રાહત આપવા માટે મલમ લગાવ્યું હતું. જો જાડેજાએ બોલ ટેમ્પરિંગ કરવું હોત તો તેણે બોલ પર ક્રીમ લગાવી હોત, પરંતુ ઓસ્ટ્રેલિયન મીડિયાએ આ મામલાને બિનજરૂરી રીતે ઉડાવી દેવાનો પ્રયાસ કર્યો છે.

જો જોવામાં આવે તો ફોક્સ ક્રિકેટ નાગપુર ટેસ્ટ મેચ દ્વારા ભારતીય ક્રિકેટની છબિ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહી છે. સૌથી પહેલા તેણે નાગપુરની વિકેટને અપમાનજનક ગણાવી હતી. ત્યારે ફોક્સ ક્રિકેટે પણ ઉસ્માન ખ્વાજા સામેના ડીઆરએસના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. આ પછી તેણે રવીન્દ્ર જાડેજાને બોલ ટેમ્પરિંગ વિવાદમાં ફસાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

ફોક્સ ક્રિકેટની પોસ્ટે બોલ ટેમ્પરિંગને લઈને નવી ચર્ચાને જન્મ આપ્યો છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોને ફોક્સ સ્પોર્ટનું ટ્વિટ શેર કર્યું અને લખ્યું, ‘તે પોતાની ફરતી આંગળી પર શું મૂકી રહ્યો છે? આવું ક્યારેય નહીં જોયું હોય.ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ટિમ પેને પણ આ અંગે ટિપ્પણી કરી હતી. ટિમ પેને લખ્યું, ‘ઇન્ટરેસ્ટિંગ.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *