RBI recruitment 2023: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ઘણી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. RBI એ કન્સલ્ટન્ટ, વિષય નિષ્ણાત અને એનાલિસ્ટની વિવિધ જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ જગ્યાઓ માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન(RBI recruitment 2023) અરજીઓ મંગાવવામાં આવી રહી છે. રસ ધરાવતા ઉમેદવારો આ માટે RBIની સતાવાર વેબસાઈટ rbi.org.in દ્વારા અરજી કરી શકે છે. લાયક ઉમેદવારો ખાલી જગ્યાઓ માટે 11 જુલાઈ, 2023 ના રોજ સાંજે 6 વાગ્યા સુધી અરજી કરી શકે છે.
ભારતીય રિઝર્વ બેંકે અનેક પ્રકારની પોસ્ટ પર ભરતી હાથ ધરી છે. વિવિધ પોસ્ટ માટે લઘુત્તમ વય મર્યાદા અને મહત્તમ વય મર્યાદા અલગ અલગ છે. પોસ્ટ મુજબ, 23 થી 40 વર્ષના યુવાનો આ નોકરીઓ માટે અરજી કરી શકે છે. જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ અરજી સાથે 708 રૂપિયા ફી ભરવાની રહેશે. તે જ સમયે, SC-ST અને દિવ્યાંગ વર્ગના ઉમેદવારોએ આ ભરતી માટે 118 રૂપિયા ફી ચૂકવવી પડશે.
આ ભરતી પ્રક્રિયા દ્વારા, રિઝર્વ બેંકમાં સલાહકારો, નિષ્ણાતો અને વિશ્લેષકો સહિત કુલ 66 પોસ્ટની ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીઓ કરારના ધોરણે કરવાની છે (લેટરલ રિક્રુટમેન્ટ, 2022).
ડેટા સાયન્ટિસ્ટ- 3 પોસ્ટ્સ
ડેટા એન્જિનિયર- 1 પોસ્ટ
ડેટા એન્જિનિયર- 10 જગ્યાઓ
IT સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર- ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી: 8 જગ્યાઓ
આઇટી પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર- ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી: 6 જગ્યાઓ
નેટવર્ક એડમિનિસ્ટ્રેટર- 3 પોસ્ટ્સ
અર્થશાસ્ત્રી (મેક્રોઇકોનોમિક મોડલિંગ)-1 પોસ્ટ
ડેટા એનાલિસ્ટ-5 પોસ્ટ્સ
વિશ્લેષક-8 પોસ્ટ્સ
સિનિયર એનાલિસ્ટ- 3 પોસ્ટ્સ
IT-સાયબર સિક્યોરિટી એનાલિસ્ટ- 8 પોસ્ટ્સ
કન્સલ્ટન્ટ-એકાઉન્ટ્સ-3 પોસ્ટ્સ
આઇટી પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર-સરકારી અને બેંક એકાઉન્ટ્સ વિભાગ-3 જગ્યાઓ
કન્સલ્ટન્ટ-એકાઉન્ટ્સ/ટેક્સ- 1 પોસ્ટ
બેંક એનાલિસ્ટ-1 પોસ્ટ
લીગલ-1 પોસ્ટ
આઇટી સિસ્ટમ્સ અને ડિજિટલ પેમેન્ટ્સ-1 પોસ્ટ
પગાર ધોરણ શું હશે
અલગ-અલગ જગ્યાઓ માટે અલગ-અલગ પગાર નક્કી કરવામાં આવ્યા છે. દર મહિને ન્યૂનતમ 30,800 રૂપિયા અને વધુમાં વધુ 47,700 રૂપિયાનો પગાર છે. ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે પસંદગી પ્રારંભિક પરીક્ષા અને ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.