ફરીએકવાર લોહિયાળ થયું ‘સુરત’ – સમાધાનમાં સમજાવા ગયેલા યુવકને ચપ્પુના ઘા ઝીંકી દીધા

સુરત(ગુજરાત): સુરત(Surat)માં અવારનાવર હત્યા(Murder)ના બનાવો સામે આવતા હોય છે. આજકાલ લોકો નજીવી બાબત માટે એકબીજાની હત્યા કરવા માટે તૈયાર થાય જાય છે. ત્યારે આવો જ એક હત્યાનો બનાવ સુરત શહેર(Surat city)ના સચિનની સાઈનાથ સોસાયટી(Sachin’s Sainath Society)માંથી સામે આવ્યો છે. આ બનાવમાં મૃતક યુવક બહેન સાથેના ઝઘડામાં સમાધાન કરાવવા માટે વચ્ચે પડ્યો હતો. જેને કારણે પાડોશીએ યુવકને ચપ્પુના 3 ઘા મારી મોતને વહાલું કરાવી દીધું હતું. એટલું જ નહીં, બચાવવા દોડેલા પિતરાઈ ભાઈને પણ ઘા મારીને આરોપી પાડોશી ત્યાંથી ફરાર થઇ ગયા હતા. પરિવારે જણાવ્યું હતું કે, હજુ 3 દિવસ પહેલા જ બહેન વતનથી પરત ફરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ઇકબાલ અલી જે મૃતકનો ભાઈ છે તેને જણાવ્યું હતું કે, ચાર ભાઈ અને એક બહેનમાં દિલબર શૌકત અલી ત્રીજા નંબરનો ભાઈ હતો. તે સુરત યુપીથી રોજગારીની શોધમાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. તે બોબીન ભરવાનું કામકાજ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો. જ બહેન શબનમ વતન યુપીથી 3 દિવસ પહેલા જ આવી હતી. તેઓ એક જ સોસાયટીમાં રહેતા હતા જેને કારણે બહેનના નાના મોટા કામમાં તેઓ મદદ કરતા હતા. શુક્રવારના રોજ બહેન સાથે પાડોશીનો ઝઘડો થયો હતો. આ વાતની જાણ થયા પછી દિલબર પાડોશીઓને સમજાવવા માટે તેના ઘરે ગયો હતો.

બહેન અને પાડોશીઓ વચ્ચે ચાલતા ઝઘડાને દિલબરે મધ્યસ્થી થઇને ઝગડો પતાવી દેવાનો પ્રયાસ કરતા માટે તે પાડોશીઓને સમજાવવામાં ગયો હતો. તેનું ખોટું લાગતા પાડોશીઓએ દિલબરને ત્રણ ચપ્પુના ઘા મારીને પતાવી દીધો હતો. સાથે સાથે દિલબર પર ચપ્પુ લઈ તૂટી પડેલા પડોશીથી દિલબરને બચાવવા માટે પિતરાઈ ભાઈ મૈસુર ત્યાં ગયો હતો. પરંતુ તેને પણ ઉપરા ઉપરી ઘા મારી દીધા હતા.

બહેનની નજર સામે જ ભાઈને છેલ્લા શ્વાસ લીધા હતા. પાડોશી મહિલા અને એના પતિની ક્રૂરતાએ ભાઈનો જીવ લઇ લીધો હતો. આ અંગેની જાણ થતા જ પોલીસ દોડતી થઇ હતી. ઝઘડો નજીવી બાબત માટે થયો હતો. પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધીને આરોપીની શોધખોળ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *