આપણે સૌ જાણીએ છીએ કે મન મક્કમ હોય તો કોઈ પણ કાર્ય મુશ્કેલ નથી. એવો જ એક હિંમતવાન અને સાહસિક યુવાન છે. હિંમતનગરનો એક યુવજ કે જેણે 1832 કિલોમીટરની રાઈડ માત્ર ૧૬ દિવસમાં પુર્ણ કરી રેકોર્ડ બનાવ્યો છે. હિંમતનગરનો જય પંચાલ પહેલા 1 કિમી સાઈકલીંગ કે દોડમાં પણ થાકી જતો હતો પરંતુ તેને માત્ર 16 દિવસમાં 1832 કિમીની સાઈકલ રાઈડ પૂર્ણ કરીને ગુજરાતનો ફાસ્ટેસ્ટ રાઈડર બની ગયો છે.
જય ધોરણ 10 માં ભણતો હતો ત્યારે તેમના શિક્ષક કિંજલ બેને સાઈકલ ચલાવતો જોઈને તેમને સાઈકલ ગીફ્ટમાં આપી હતી. પછી ધીરે ધીરે જય પંચાલ ખુબ જ મહેનત કરતો રહ્યો અને તેમણે સાહસ દાખવીને હિંમતનગર ખાતે સાઈકલ ક્લબ જોઈન કર્યુ. સાઈકલ ક્લબમાં 2 વર્ષ રહ્યો અને પછી ધીરે ધીરે પોતાના પડાવ સર કરવા લાગ્યો. આમ તો જય પંચાલની આર્થીક સ્થિતિ નબળી છે. જય પંચાલના પિતા ભાડાની દુકાનમાં વેલ્ડીંગ કામ કરે છે અને જય ભણતર સાથે સાઈકલીંગ અને ગામે ગામ ફરીને કપડાની ફેરીનું કામ કરે છે.
હિંમતનગરથી ખારદુગાલ લેહ લદાખ સુધીની સાઈકલ રાઈડીંગમાં ભાગ લીધો અને પ્રથમ ફાસ્ટર સાયકલ રાઈડર બન્યો છે. જય પંચાલ એ મેહુલ જોષી પાસે સાઈકલીંગ શીખી રહ્યો હતો. મેહુલ જોષી, ગુજરાતનો પ્રથમ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર છે અને તેઓ હાલમાં સાઈકલ ક્લબ ચલાવી રહ્યા છે. જય બે વર્ષ સુધી તેમની સાથે રહીને તાલીમ લઈ મક્કમ મને અને અડગ મને આગળ વધ્યો પરંતુ 1832 કિમીનુ અંતર કાપવા જય પાસે જે સાઈકલ હતી તે ચાલી શકે તેમ ન હતી તો તેમને આર્થીક મદદની જરૂર હતી અને ત્યારે જ ફાસ્ટર સાઈકલ કંપનીએ સાયકલ સ્પોન્સર કરી અને સાથે સાથે અન્ય ખર્ચ પણ આપ્યો અને પછી તો જયને પોતાની મંજિલ સિવાય કઈ દેખાતું જ નહોતું.
જયના ટ્રેનર એટલે કે મેહુલ જોષીના જણાવ્યા અનુસાર, હિમતનગરના કાંકરોલથી સવારે 6 વાગ્યે ખારદુગાલ લેહ લદાખ માટે સાઈકલીંગ શરૂ કરી અને 16માં જ દિવસે પહોચી ગયો એટલે જ જય પંચાલ ગુજરાતનો ફાસ્ટર સાયકલ રાઈડર બન્યો છે અને ધ ફાસ્ટર સાઈકલ કંપની દ્રારા જય પંચાલને નોકરી આપવાનુ કહ્યું છે. સાથે સાથે જય પંચાલના નામની નવી સાઈકલ પણ બનાવવાનુ જણાવ્યુ છે. જે એક પરિવાર માટે જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતને ગૌરવ લેવા જેવી વાત છે.
જય પંચાલે ખારદુગાલ પહોચી ગુજરાતનો સૌથી ફાસ્ટ ફાસ્ટર રાઈડર બન્યો અને હવે તેમના ગુરૂની જેમ માઉન્ટ એવરેસ્ટ સર કરવાનુ સ્વપ્ન જોયુ છે. જેની તડામાર તૈયારીઓ હાલ કરી રહ્યો છે. હવે સમગ્ર ભારતભરમાં પોતાનો ડંકો વગાડવા જય ખુબ જ મહેનત કરી રહ્યો છે અને જ્યાં સુધી માઉન્ટ સર નહિ કરે ત્યા સુધી ઉભો નહિ એહુ એવુ અડગ અને મક્કમ મન રાખીને આગળ વધી રહ્યો છે. સલામ છે આવા યુવાનોને…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.