Vadodara municipal recruitment: વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ પદો પર ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ માટેની નોટિફિકેશન આજે એટલે કે તારીખ 4 જુલાઇના રોજ બહાર પાડવામાં આવી છે અને અરજી કરવાની અંતિમ તારીખ 23 જુલાઇ 2023 છે. આ ભરતીમાં ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. તમે વડોદરા મહાનગરપાલિકાની(Vadodara municipal recruitment) સતાવાર વેબસાઇટ https://vmc.gov.in/ ની મુલાકાત લઇ શકો છો.
કઇ કઇ પોસ્ટ પર ભરતી?
એન્ટોમોલોજિસ્ટ, કેમિસ્ટ, ડેપ્યુટી ચીફ ઓફિસર, નાયબ કાર્યપાલક ઈજનેર, ટ્રેનિંગ ઓફિસર, લેબર વેલ્ફેર કમ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, એન્ક્રોચમેન્ટ રિમૂવલ ઓફિસર, પી.એ.ટુ મ્યુનિસિપલ કમિશનર, સ્ટોર સુપ્રિટેન્ડેન્ટ તથા મટીરીયલ ઓફિસરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
લાયકાત અને પગાર ધોરણ
આ ભરતીમાં દરેક પોસ્ટ માટે લાયકાત અને પગારધોરણ અલગ-અલગ રહેશે. જે જાણવા માટે તમારે વડોદરા મ્યુનિસિપલની સતાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે જે ઉપર આપેલી છે.
આ રીતે કરો અરજી
સૌ પ્રથમ વડોદરા મહાનગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટ https://vmc.gov.in/ પર જાઓ/. તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો. હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો. હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube