દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, “દિલ્હીમાં લગભગ 1 કરોડ જેટલા રજિસ્ટર્ડ વાહનો છે અને હાલમાં 30-40 લાખ વાહનો રોજે રસ્તાઓ પર દોડી રહ્યા હોય છે.”
દેશની રાજધાની દિલ્હીમાં વધતા જતા પ્રદૂષણના સ્તરને ઘટાડવા માટે દિલ્હી સરકારે ગુરુવારથી નવી ઝુંબેશ શરૂ કરી છે અને દિલ્હીના રસ્તાઓ પર વાહન ચલાવનારાઓ ને ખાસ અપીલ કરવામાં આવી છે કે, “રસ્તાઓ પર જયારે પણ લાલ સીગ્નલ દેખાય ત્યારે તમારે વાહન ઉભી રાખતી વખતે તેને બંધ કરી દેવું.” દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ અભિયાનનું નામ ‘રેડ લાઇટ ઓન ટૂ, ગાડી ઓફ’ રાખ્યું છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, “દિલ્હીમાં લગભગ 1 કરોડ રજિસ્ટર્ડ વાહનો છે અને હાલમાં 30-40 લાખ વાહનો રોજ રસ્તા પર નીકળી રહ્યા છે.” મુખ્યમંત્રીએ કહ્યું કે, “જો આ અભિયાન અંતર્ગત 10 લાખ વાહનો પણ તેમના એન્જિનને રેડ લાઇટ પર રોજે રોજ બંધ કરે છે, તો તેનાથી પીએમ-10 પ્રદૂષણ 1.5 ટન અને પીએમ-2.5 પ્રદૂષણ એ એક વર્ષમાં જ 0.4 ટન ઘટી જશે.”
નિષ્ણાતો વતિ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, “ધારો કે દિલ્હીમાં એક કાર રેડ લાઇટ પર સરેરાશ દરરોજ 15-20 મિનિટ વિતાવે છે અને આ સમય દરમિયાન એન્જિન શરુ હોય તો, ત્યારે તે લગભગ 200 મીલી પેટ્રોલનો વપરાશ થાય છે, પરંતુ જો એન્જિન બંધ થઈ જાય તો તે પેટ્રોલ લગભગ દરેક વાહન માટે એક વર્ષમાં 7000 રૂપિયાની બચત કરી શકે છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જો વાહન રેડ લાઇટ પર ઉભું હોય ત્યારે એન્જિન શરૂ હોય, તો તે વખતે વધુ પેટ્રોલ વપરાય છે કે જ્યારે ચાલતા વાહનમાં ઓછા પેટ્રોલનો ઉપયોગ ઓંછો થતો હોય છે.
દિલ્હીમાં ફરી પ્રદૂષણની સમસ્યા વધી રહી છે અને પાડોશી રાજ્યોમાં સ્ટાર્ચ સળગતા ધુમાડો થાય છે અને તે દિલ્હીની હવાને પ્રદૂષિત કરી રહી છે, જેના કારણે દિલ્હીના લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. પ્રદૂષણના સ્તરને ઘટાડવા માટે, દિલ્હી સરકારે આ અભિયાન શરૂ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle