Registration Of Kedarnath Yatra Banned Again: હાલ ચારધામની યાત્રા શરૂ છે. હજારો શ્રદ્ધાળુ ચારધામની યાત્રા કરી રહ્યા છે. અત્યારે હવામાનમાં મોટી ઉથલપાથલ આવતા ફરી એક વખત કેદારનાથ યાત્રા (Kedarnath Yatra Registration) ના રજીસ્ટ્રેશન પર પ્રતિબંધ મુકાયો છે. ખરાબ હવામાનને જોઈને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અપિલ કરી હતી કે ‘દરેક શ્રદ્ધાળુ હવામાનની જાણકારી મેળવીને પોતાની યાત્રા શરૂ કરે.’
ફરી એક વખત કેદારનાથ યાત્રાના રજીસ્ટ્રેશન પર મુકાયો પ્રતિબંધ
હવામાનમાં ફેરફાર થતા કેદારનાથ ખુલ્યાના બીજા જ મહિનામાં બીજી વખત રજીસ્ટ્રેશન પર પ્રતિબંધ મુકાયો છે. ઉતરાખંડ હવામાન વિભાગે આજે અને આવતીકાલ સુધી ઓરેન્જ જાહેર કર્યું છે. સાથે સાથે જ હવામાન વિભાગે ચેતવણી આપી હતી કે, 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથે કરા અને વાવાઝોડાની આગાહી છે. દરેક શ્રદ્ધાળુ સાવધાન રહે.
ભૂતકાળ ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકારે કેદારનાથ ધામ યાત્રા માટે ઓનલાઇન નવી નોંધણીનો પ્રતિબંધ 15 જૂન સુધી લંબાવ્યો છે, હવે શ્રદ્ધાળુ 16 જુન પછી જ કેદારનાથ યાત્રા માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. ભારે વરસાદ અને કરા સાથે ઉતરાખંડમાં જૂન મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. સતત બે દિવસથી વરસતા વરસાદ અને કરા પડતા તાપમાનમાં ઘટાડો થયો છે. સાથે-સાથે જ વરસાદના કારણે પહાડી જિલ્લાઓમાં ઠંડીનો અહેસાસ દેખાયો હતો ત્યારે મેદાની જિલ્લાઓમાં ગરમીનો અહેસાસ થયો હતો.
મોટી સંખ્યામાં ઉતરાખંડ પહોંચવા લાગ્યા પ્રવાસીઓ
ગરમીના મહિનાઓમાં વરસાદને કારણે ખુશનુમા વાતાવરણ બનતા પ્રવાસીઓને ઉત્તરાખંડનો ખૂબ પસંદ આવી રહ્યું છે. ચારધામ યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં ઉતરાખંડ પહોંચી રહ્યા છે. ભારે વરસાદ હોવા છતાં શ્રદ્ધાળવો અને યાત્રાળુઓ મેં અને જૂન મહિનામાં વાતાવરણનો આનંદ લેવા ઉતરાખંડ ઉમટી રહ્યા છે. ત્યારે કેદારનાથ ધામમાં સતત વરસતા વરસાદને કારણે શ્રદ્ધાળુઓને કેદારનાથ સુધી પહોંચવામાં ખૂબ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.
ગંગોત્રી અને યમનોત્રીમાં ભૂસ્ખલન
કેદારનાથ સાથે જ બીજા બે ધામ ગંગોત્રી અને યમનોત્રીમાં વરસાદ અને હિમવર્ષાએ શ્રદ્ધાળુઓ માટે મુશ્કેલી ઊભી કરી છે. ઉત્તર કાશી એસપી અર્પણ યદુવશિંના જણાવ્યા અનુસાર, જિલ્લામાં મોડી રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ગંગોત્રી અને યમનોત્રી નેશનલ હાઇવે ધરસુ બેન્ડ અને બંદર કોટ જેવા સ્થળોએ ભૂસનખલન થયું છે. અહીં આવતા મુસાફરો માટે પહાડો માંથી પથ્થરો અને કાટમાળ રસ્તા પર પડતા મુશ્કેલી સર્જાઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.