પેપર ફૂટવાના કૌભાંડના પુરાવાઓ જાહેર કરનાર યુવરાજસિંહની ધરપકડ

પેપરલીક કૌભાંડ ના નામે મીડિયા સામે આવીને પેપર ફૂટવાના પુરાવા જાહેર કરતા યુવરાજ સિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી સોશિયલ મીડિયામાં તેના સમર્થકોએ આપી છે. યુરાજ સિંહ પર કોઈની હત્યા કરવાના ઈરાદે કોઈને હાની પહોચે તેવા કૃત્ય અંગેની કલમ લગાવવામાં અવી છે અને તેને ગાંધીનગરના સેકટર નંબર ૨૭ એસ.પી કચેરી ખાતે લઇ જવામાં આવ્યા છે.

ભારતીય દંડ સંહિતાની કલમ 308 મુજબ, જે કોઈ પણ વ્યક્તિ કોઈના મૃત્યુનું કારણ બને તેવા સંજોગોમાં આવા ઈરાદાથી કોઈ કૃત્ય કરે છે,  તેમના પર આવી ગંભીર કલમ લગાડવામાં આવે છે.

યુવરાજના સમર્થકો દ્વારા માહિતી આપવામાં આવી છે કે,”@YAJadejaને તમામ વિધાર્થીઓ અને તમામ રાજકીય આગેવાનો ની જરૂર છે તેમને ખોટી રીતે અટકાયત કરી ૩૦૮ ની કલમ દાખલ કરી સેકટર નંબર ૨૭ એસ.પી કચેરી ખાતે લઇ જવામાં આવ્યા છે માટે તમામ આજુ બાજુ રહેતા વિધાર્થીઓ અને રાજકીય આગેવાનો ત્યાં તેમની મદદે પહોંચી અને આજે તેમને સહયોગ આપે. #ReleaseYuvrajsinh”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *