ગુજરાત: આગામી 2 વર્ષમાં અહીં નિર્માણ પામશે દુનિયાનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય -જાણો એની ખાસિયતો વિશે

હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં દુનિયાનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનાવવામાં આવશે. રિલાયંસ ઇન્ડસ્ટ્રીના સહયોગથી જામનગરમાં કુલ 280 એકરમાં આ ઉદ્યાન બનાવવામાં આવશે. આની માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા પરવાનગી આપી દેવામાં આવી છે.

પરવાનગી મળતાની સાથે જ રિલાયન્સ ગ્રુપ ડાયરેકટર તથા કોર્પોરેટ અફેર્સ પરિમલ નથવાણીએ ખુશી વ્યક્ત કરી છે. આ પ્રાણી સંગ્રહાલય જામનગર તથા ગુજરાતને વિશ્વના ફલક પર એક નવી ઓળખ અપાવશે. જે ગુજરાતવાસીઓની માટે ગર્વ અપાવશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટે઼ડના સહયોગથી બનશે સંગ્રહાલય:
‘ગ્રીન્સ ઝુલોજિકલ’, ‘રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન કિંગ્ડમ’ના નામે જામનગરમાં દુનિયાનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનાવવામાં આવી રહ્યું છે. આ પ્રાણી સંગ્રહાલય લોકો માટે ખૂલ્લું રાખવામાં આવશે. આ સંગ્રહાલય દુનિયાના સર્વશ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલયમાં સ્થાન પામશે. મહત્વની વાત તો એ છે કે, કોરોના તેમજ લોકડાઉનને લીધે આ પ્રોજેક્ટમાં થોડો વિલંબ થયો છે. જો કે, હવે આગામી 2 વર્ષમાં આ પ્રાણી સંગ્રહાલય તૈયાર થઇ જશે.

રેસ્ક્યૂ સેન્ટર પ્રાણી સંગ્રહાલય સામાન્ય જનતા માટે ખૂલ્લું રહેશે નહિ:
જામનગરનું રેસ્ક્યૂ સેન્ટર પ્રાણી સંગ્રહાલયથી અલગ છે. આ સંગ્રહાલય સામાન્ય લોકો માટે ખૂલ્લુ મુકવામાં આવશે નહિ. રેસ્ક્યૂ સેન્ટર RILની સામાજિક ઉત્તરદાયિત્વની કામગીરીનો ભાગ છે. તે ઇજાગ્રસ્ત અથવા તો માનવભક્ષી માંસાહારી પ્રાણીઓને સાચવવા માટે રાજ્ય સરકારના વનવિભાગને સહાય કરવા માટે બનાવવામાં આવ્યું છે.

એનિમલ રેસ્ક્યૂ સેન્ટર રાજ્ય સરકારની સંપત્તિ:
પરિમલ નથવાણી જણાવતાં કહે છે કે, હાલમાં માનવ તથા વન્ય પ્રાણી તેમજ તેમાં પણ ખાસ કરીને દિપડા જેવા માંસાહારી પ્રાણી વચ્ચે થતા સંઘર્ષ નિવારવા માટે રાજ્યના વન વિભાગ માટે પડકારજનક છે. આ રેસ્ક્યૂ સેન્ટર વન વિભાગને પ્રાણીઓ રાખવા માટે ખુબ મદદરૂપ થશે.

એનિમલ રેસ્ક્યૂ સેન્ટર રાજ્ય સરકારની સંપત્તિ છે તથા RIL જવાબદાર સત્તાવાળાઓની દેખરેખમાં તેનું સંચાલન કરવામાં આવશે. આ સુવિધાની જાળવણી વન વિભાગ સાથેના સંકલનમાં સમયાંતરે લાદવામાં આવતા નિયમનકારી ધારાધોરણો પ્રમાણે કરવામાં આવશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી વિશ્વનું સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ પામશે:
જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી દુનિયાનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય નિર્માણ પામશે. જે એક જ સ્થાને પ્રાણીઓની સંખ્યા તેમજ પ્રજાતિની દ્રષ્ટ્રિએ જામનગરમાં મેગા ઝૂ બનાવવામાં આવશે. એસોચમ ફાઉન્ડેશન અંતર્ગત વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં વાતચીત કરવામાં આવી હતી.

જેમાં જામનગરમાં આવેલ રિફાઈનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્રારા આ ઝુ વિકસાવવામાં આવશે. MK દાસ તેવી રજૂઆત કરતી વખતે આ જાહેરાત કરી હતી. જામનગરમાં દુનિયાનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કુલ 280 એકર જમીન પર નિર્માણ પામશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *