આજના સમયમાં કમરનો દુખાવો એ એક ગંભીર બીમારી બનતી જાય છે. આ રોગથી વૃદ્ધ તો પીડાઈ રહ્યા છે પરંતુ નાના બાળકો પણ આ રોગથી પીડાય રહ્યા છે. સ્ત્રીઓને દર મહિને માસિક ધર્મના કારણે કમરનો દુખાવો થાય છે જ્યારે પુરુષોને એ સાથે વધુ પડતો પરિશ્રમ કરવાના કારણે અથવા તો વાયુ પ્રકોપ અથવા ખોટી રીતે ઊઠવા બેસવાની રીત ના કારણે કમરનો દુખાવો થાય છે. આવો જાણીએ કમરના દુખાવાનો ઘરેલુ ઈલાજ.
1. સરસવના તેલનો શુઠ નાખીને ગરમ કરી રહેવા હાથે માલિશ કરવાથી કમરનો દુખાવો દૂર થાય છે.
2. એરંડાના વૃક્ષના પાંદડા ઉપર સરસવનું તેલ લગાડીને થોડું ગરમ કર્યા બાદ તેને કમર ઉપર બાંધવાથી કમરના દુખાવામાં રાહત મળે છે.
3. લીમડાની છાલનો ઉકાળો બનાવીને સવાર-સાંજ લેવાથી પણ કમરના દુખાવામાં રાહત મળે છે.
4. સરસવના તેલમાં થોડોક કપૂર મિક્સ કરીને ગરમ કર્યા બાદ કમર ઉપર હળવા હાથે માલિશ કરવું જોઇએ.
5. કમરના દુખાવા માટે સૌથી સારામાં સારો ઉપાય એ છે કે તમારે નિયમિત રીતે આસન અને પ્રાણાયામ કરવા જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.