દેશની રક્ષા માટે ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા તમામ સૈનિક સેવા બજાવે છે. ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા દરેક સૈનિક બોર્ડર પર હોય કે ગમે ત્યાં હોય ગર્વ અનુભવતા હોય છે. આજે આપને એક એવાજ સૈનિક વિષે ચર્ચા કરીશું. 17 વર્ષની આર્મીની ફરજ પૂરી કરીને ગોંડલમાં પર ફર્યા હતા.
આ રિટાયર્ડ આર્મીમેનનું નામ કલ્પેશભાઈ ગોપાલભાઈ વાઘેલા છે. તેઓ 17 વર્ષની આર્મીની ફરજ બોર્ડર પર અને અલગ અલગ રાજ્યોમાં બજાવીને પરત આવ્યા છે. કલ્પેશભાઈ ગોપાલભાઈ વાઘેલાનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ ગોંડલ રેલવે સ્ટેશન પર જબલપુર એક્સપ્રેસ ટ્રેન દ્વારા આવ્યા હતા.
જયારે તેઓ ગોંડલ રેલવે સ્ટેશન પર આવી પહોચ્યા ત્યારે વાઘેલા પરિવાર અને મોટી સંખ્યામા મિત્રજનો કલ્પેશભાઈનું સ્વાગત કરવા માટે આવ્યા હતા. કલ્પેશભાઈ મૂળ ઘોઘાવદરના રહેવાસી છે. કલ્પેશભાઈએ આર્મીમાં બજાવેલી આ 17 વર્ષની ફરજમાં 6 મેડલો જીત્યા છે.
આ 17 વર્ષની ફરજ દરમિયાન તેમણે દિલ્હી, મુંબઈ, શ્રીનગર, અંબાલા (પંજાબ), ગોપાલપુર (ઓરિસ્સા), નાસિક (મહારાષ્ટ્ર), પઠાણકોટ (પંજાબ) વગેરે રાજ્યોમાં ફરજ બજાવી હતી. શ્રીનગરમાં કલ્પેશભાઈએ 2017 થી 2019 દરમિયાન ઓપરેશન રક્ષક અને ઓપરેશન વિજય આમ બે ઓપરેશન પણ કર્યા હતા.
કલ્પેશભાઈ ગોપાલભાઈ વાઘેલાએ માઇનસ 10 ડિગ્રીમાં ઓપરેશન પાર પડ્યું અને અને ત્યાર બાદ તેમને બે મેડલ મેળવ્યા હતા. તેમને આવીજ કઠિન પરિસ્થિતિમાં પોતાની ફરજો બજાવીને 6 મેડલ અને એક કૉમેન્ડેશન કાર્ડ પ્રાપ્ત કર્યા છે. ગોંડલ રેલવે સ્ટેશન પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
કલ્પેશભાઈ ગોપાલભાઈ વાઘેલાના સ્વાગતમાં તમામ લોકો ડીજેના તાલે નાચ્યા હતા અને તેમને આવકારય હતા. આ સ્વાગમાં મિત્રમંડળ અને કુટુંબીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત ત્યાં ઉપસ્થિત ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંડળના સભ્યોએ પણ તેમને આવકાર્યા હતા. કલ્પેશભાઈને સ્ટેશનથી ઘર સુધી ડીજેના તાલે લઈ જવાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.