આ વ્યક્તિ પાસે જયારે હિન્દુસ્તાન આઝાદ થયું ત્યારે તેની પાસે મુકેશ અંબાણી કરતા બમણી સંપત્તિ હતી, તેમણે એ વખતે સંકટના સમયમાં દેશને પાંચ હજાર કિલો સોનું પણ દાનમાં આપ્યું હતું. પરંતુ આજના સમયમાં એમની પાસે નથી સંપત્તિ કે નથી જાહોજલાલી. હાલના સમયમાં એમનો પરિવાર ભારત દેશ છોડીને વિદેશમાં ગરીબી અને નિષ્ફળતાનું જીવન જીવી રહ્યો છે.
એ વ્યક્તિનું નામ છે ‘નિઝામ ઉસ્માન અલી ખાન’. તેઓં હૈદરબાદ શહેરના છેલ્લા રાજા હતા. તેઓં 6 એપ્રિલ 1886 માં હૈદરાબાદની હવેલીમાં જન્મેલા હતા, ઉસ્માન અલી ખાનના પિતાનું નામ મહેબૂબ અલી ખાન હતું. 29 ઓગસ્ટ 1911 ના દિવસે તેમનું અવસાન થયું હતું. 20 મી સદી સુધી ઉસ્માન અલી ખાન પાસે 200 કરોડ સોનું અને ચાંદી હતા. તથા તેમની પાસે 400 કરોડના ઝવેરાત પણ હતા.
તેઓં ગાડીના શોખીન હતા. ઉસ્માન અલી ખાન પાસે 1912 માં લગભગ 50 જેટલી રોલ્સ રોય ગાડીઓં હતી. રુસ્તમ-એ-દરમિયાન, એરિસ્ટોટલ-એ-ઝમાન, મમલુક, નિઝામ દૌલા, નવાબ મીર સર ઉસ્માન અલી ખાન બહાદુર, વગેરેની જેમ તેઓં પણ છેલ્લા નિઝામ હતા. તેઓ પણ 29 ફેબ્રુઆરી 1967 ના રોજ અવસાન પામ્યા હતા.
સુત્રો અનુસાર ઈ.સ.1940 ની આસપાસ ઉસ્માન અલી ખાન પાસે 2.36 અબજ ડોલરની સંપત્તિ હતી. જે યુએસ અર્થતંત્રનો બે ટકા ભાગ થઇ જતો હતો. તે જમાનામાં સ્વતંત્ર ભારતની કુલ અર્થવ્યવસ્થામાંથી નિઝામથી જ અડધી સંપતિ હતી.
નિઝામ ઉસ્માન એ પેપર વેઇટ તરીકે 1340 કરોડ રૂપિયાના હીરોનો ઉપયોગ કરતો હતો. તથા તે મોતી અને ઘોડાઓનો પણ શોખીન હતો. હૈદરાબાદના નિઝામ તરીકેના શાસનની શરૂઆત 31 જુલાઈ 1720 માં થઈ હતી.નિઝામ ઉસ્માને તેની જિંદગીમાં 35 વર્ષ સુધી એક જ ટોપી પહેરી રાખી હતી. અને તે કપડાંને ક્યારેય ઈસ્ત્રી પણ નહોતો કરાવતો. તેના પલંગ પર ટીનની પ્લેટો પડી રહેતી હતી.
નિઝામ ઉસ્માનના અવસાન પછી તેના પરિવારનો ખરાબ સમય શરૂ થયો હતો. ઉસ્માન અલી ખાને તેના કોઈ પુત્રને પોતાનો વારસદાર બનાવ્યો ન હતો. તેમણે સંપત્તિના સંપૂર્ણ વારસદાર મુકરારમ જહાંને બનાવ્યા હતા. મુકરમની માતા તુર્કી દેશની હતી. ઉપરાંત મુકરમના લગ્ન પૂર્વ મિસ તુર્કી સાથે થયા હતા. તેથી, મુકરમ તુર્કીના ઇસ્તંબુલમાં એક ફ્લેટમાં જ રહે છે. આ પહેલા તે ઓસ્ટ્રેલિયામાં રહેતો હતો. એક સમયે વકીલની ફી ભરવા માટે પણ પૈસા નહોતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle