ભારતીય બુલિયન બજારમાં ધાતુઓના ભાવ(Prices of metals)માં હાલ ઉતાર-ચઢાવ ચાલુ છે. અગાઉના કારોબારી દિવસની સરખામણીમાં, આજે એટલે કે 12 ઓક્ટોબરના રોજ, સોના અને ચાંદી(Gold and silver) બંનેના દરમાં ઉછાળો નોંધાયો છે. અગાઉ તહેવારો(Festivals)ની સિઝનમાં બુલિયન માર્કેટમાં(In the bullion market) ખરીદદારોનો ધસારો વધવાના કારણે નિષ્ણાતોએ ધાતુઓના ભાવમાં વધારો થવાની આગાહી પણ કરી હતી, જે દિવાળી(Diwali) સુધી ચાલુ રહી શકે છે.
ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, 999 શુદ્ધતાના 24 કેરેટ સોનાના ભાવમાં સપ્તાહના બીજા કારોબારી દિવસ મંગળવાર, 12 ઓક્ટોબરની સવારે 111 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. આ સાથે 24 કેરેટ સોનાનો દર 10 ગ્રામ પર 47,213 રૂપિયા પર પહોંચી ગયો છે. તો બીજી બાજુ, ચાંદીના દરમાં 164 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો હતો. ચાંદીના ભાવ અગાઉના ટ્રેડિંગ દિવસની સરખામણીએ મોંઘા થયા છે અને 61,654 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે.
ગઈ કાલે એટલે કે સોમવારે, સવારની સરખામણીમાં સાંજે સોના અને ચાંદીના દરમાં ઉછાળો આવ્યો હતો. જ્યાં 999 શુદ્ધતાના 24 કેરેટ સોનાનો ભાવ સાંજે 47102 પર બંધ થયો હતો. તે જ સમયે, 999 શુદ્ધતાની ચાંદીનો ભાવ 61490 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો હતો.
જ્યારે ગ્રાહકો ધાતુઓ ખરીદવા બુલિયન માર્કેટમાં પહોંચે છે ત્યારે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિયેશન અને જ્વેલરી વચ્ચે તફાવત હોય છે. વાસ્તવમાં, ધાતુઓ બજારમાં આવ્યા બાદ તેના પર જીએસટી લગાવવામાં આવે છે. જેના કારણે ધાતુઓના ભાવ વધે છે.
જ્વેલરીમાં શુદ્ધતાને લગતા 5 પ્રકારના હોલમાર્ક છે. આમાંથી એક કેરેટ વિશે છે. જો 22 કેરેટના ઘરેણાં હોય તો તેમાં 916, 21 કેરેટના ઘરેણાં પર 875 અને 18 કેરેટના ઘરેણાં પર 750 લખેલા છે. બીજી બાજુ, જો જ્વેલરી 14 કેરેટના હોય, તો તેમાં 585 લખવામાં આવે છે. જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે જાહેર કરેલી રજાઓ સિવાય શનિવાર અને રવિવારે ઈબ્જા દ્વારા સોના-ચાંદીના દર જારી કરવામાં આવતા નથી.
સોનાની શુદ્ધતાને આ રીતે કરો ચેક:
જ્યારે તમે સોના-ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોના-ચાંદીની શુદ્ધતાને તમે તમારી જાતે ચકાસી શકો છો. સરકારે જેમના માટે ‘BIS Care app’ એપ બનાવી છે. જેના આધારે સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક પણે ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો ગ્રાહક આ અંગેની ફરિયાદ પણ કરી શકે છે. આ એપની મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની જાણકરી પણ મળી જાય છે.
આ રીતે મિસ્ડ કોલ કરીને જાણી શકો છો સોનાનો ભાવ:
સોનાનો ભાવ તમે સરળતાથી અને એ પણ ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે સોનાના લેટેસ્ટ ભાવ ચેક કરી શકો છો.
જાણી લેજો કેટલું સોનું ઘરમાં રાખીશ શકાય:
શું તમે જાણો છો કે કાયદેસર રીતે ઘરમાં કેટલું સોનું રાખી શકાય? ચાલો આજે અમે તમને જણાવી દઈએ.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ કે જે મહેસૂલ વિભાગ હેઠળ આવે છે તેમની ગાઈડલાઇન મુજબ પહેલી ડિસેમ્બર
2016 ના એક અહેવાલ મુજબ આ કિસ્સાઓમાં તમારે કોઈ પણ પ્રકારના પુરાવા આપવાની જરૂર રહેતી નથી.
એક પરણિત સ્ત્રી પોતાની પાસે 500 ગ્રામ સોનું આવકના પુરાવા વગર પણ રાખી શકે છે.
એક અપરણિત સ્ત્રી પોતાની પાસે 250 ગ્રામ સોનું રાખી શકે છે.
એક પુરુષ પોતાની સાથે વધૂમાં વધુ 100 ગ્રામ જેટલું સોનું રાખી શકે.
આ કીસ્સોમાં ઇન્કમ ટેક્સ વિભાગ કોઈ પગલા ભરી શકે નહિ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.