અમદાવાદ(Ahmedabad): શહેરમાં 13 જુલાઈની રાત્રે સોલા વિસ્તારના જનતાનગર ફાટક પાસે RJ કૃણાલના પિતા ઈશ્વર દેસાઈએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે પહોચી હતી. તેમજ આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પ્રાથમિક તપાસમાં પોલીસને લાશ પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી.
આ સુસાઇડ નોટમાં મૃતકે RJ કૃણાલની પૂર્વ પત્ની ભૂમિ દેસાઈના પરિવારજનો સામે આક્ષેપ કર્યા છે. આ ઘટનામાં 6 વર્ષ પહેલા 21 જાન્યુઆરી 2016ના રોજ ભૂમિએ આપઘાત કર્ર્યો હતો. કરી હતી. આમ ભૂમિ આત્મહત્યા કેસમાં જ વધુ એક આત્મહત્યા થઈ છે. આ અંગે હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
2016ના જાન્યુઆરીમાં કૃનાલની પત્નીનો આપઘાત:
મળતી માહિતી અનુસાર, આજથી 6 વર્ષ પહેલા 21 જાન્યુઆરી 2016ના રોજ ભૂમિ દેસાઈએ બપોરે 3 વાગ્યાના અરસામાં સચિન ટાવરના 10મા માળથી મોતની છલાંગ લગાવી આપઘાત કર્યો હતો. આ ઘટના બાદ 28 વર્ષીય ભૂમિના માતા-પિતાએ કૃણાલ સામે આક્ષેપમૂક્યો હતો કે, કૃણાલે 25 લાખ રૂપિયાની દહેજની માગણી કરી માનસિક તેમજ હનીમૂન દરમિયાન શારીરિક ત્રાસ પણ આપ્યો હતો. જેને પગલે ભૂમિએ આપઘાત કરી લીધો હતો. આક્ષેપોના આધારે પોલીસે કૃણાલ અને તેના માતા-પિતા સામે ગુનો દાખલ કરી કૃણાલની ધરપકડ બાદ જેલની સજા કરી હતી.
ભૂમિએ આપઘાતના આગલા દિવસે કહ્યું- યુ હેવ ઓલરેડી કીલ્ડ મી:
20 જાન્યુઆરીની સાંજથી રાત દરમિયાન કૃનાલ અને ભૂમિ વચ્ચેની વોટ્સએપ ચેટમાં જિંદગી પ્રત્યે ભૂમિએ નિરાશા વ્યક્ત કરી હતી. કૃણાલ: તુજે મરને કી બાત હી કરની હૈ ના…? ભૂમિ: યુ હેવ ઓલરેડી કીલ્ડ મી. કલ તક હોસ્પિટલ મેં મિલુંગી તુમે. કૃણાલ: હોસ્પિટલ મેં…? ભૂમિ: જી… આઈ વોન્ટ ટુ મીટ યુ. કૃણાલ: નોટ ટુડે. ભૂમિ: લોગ કે લિયે યુ ક્રાઈ્ડ અ લોટ. આઈ નો મુજસે તુમ્હે કોઈ ફર્ક નહી પડતા. તુમને મુજે ફેવરિટ લિસ્ટ સે ક્યું નિકાલ દિયા? કૃણાલ: સાલી, ફૂટ. નિકલ તેરી મા કે ઘર… એક્સ-હસબન્ડ કે સાથ ફૂટ… ભૂમિ: પ્યાર ઐસા હોતા હૈ જો બીમારી કો ઠીક કરે. ઔર યહાં તો…? & નાઉ યોર જોબ ઈઝ ડન. યુ સ્ક્રૂ યોર ફ્રેન્ડ્સ. આ ચેટ પછી બંને વચ્ચે કોઈ વાતચીત થઈ ન હતી. જો કે, વોટ્સએપમાં કૃણાલે ભૂમિને ‘બ્લોક’ કરી ન હતી.
ફરાર કૃનાલ નાટ્યાત્મક રીતે પોલીસ સમક્ષ હાજર થયો હતો:
આપઘાત બાદ ભૂમિના માતા કવિતાબેને કૃણાલ તેમજ તેના માતા-પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેથી પોલીસ દ્વારા દહેજ પ્રતિબંધક ધારાની કલમ 3, 7 તેમજ મૃત્યુ માટે દુષ્પ્રેરણા અને મદદગારીની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદ બાદ આર જે કૃણાલ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.
આશ્ચર્યજનક રીતે ચાર દિવસ બાદ 25મી જાન્યુઆરીએ સેટેલાઇટ પોલીસ મથકમાં શરણાગતિ સ્વીકારી હતી. જેના પગલે આનંદનગર પોલીસે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડની માગ કરી હતી. આ પછી પૂછપરછ કરતા કૃણાલ અને ભૂમિ વચ્ચે બેંગકોકની ટૂર દરમિયાન ખરીદીના મુદ્દે મતભેદ થયાનું બહાર આવ્યું છે.
ભૂમિની માતાનો ગંભીર આરોપ:
ભૂમિની માતાએ કૃણાલ પર આરોપ મુક્ત જણાવ્યું હતું કે, કૃણાલ ભૂમિને બ્લેકમેલ કરતો હતો. તે તેને ફોટો બતાવીને 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી. હવે આ ફોટો શાનો હતો? ભૂમિ આત્મહત્યા કરે તેવી છોકરી જ નથી. જરૂરથી કૃણાલ અને તેના પરિવાર વાળા તેને તેવો શારિરીક અને માનસિક ત્રાસ આપ્યો હશે કે તે કંટાળીને આવું છેલ્લું પગલું લેવા મજબૂર થઇ હોય.
લગ્નના બે મહિનામાં મોત!
જાણવા મળ્યું છે કે, ભૂમિ અને કૃણાલના લવ મેરેજ થયા હતા. ભૂમિના પરિવારજનોનું કહેવું હતું કે, લગ્ન પહેલા કૃણાલ અને તેના પરિવારજનોનો વ્યવહાર ખૂબ જ સારો હતો. પણ તેવું તો શું થયું કે લગ્નના બે મહિનામાં જ બધો પ્રેમ બધા સંબંધો વણસી ગયા અને ભૂમિ મોતની છલાંગ લગાવવા માટે મજબૂર બની ગઇ?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.