શનિવારે સવારે મધ્યપ્રદેશમાં આવેલ ઉજ્જૈનના નરવર પોલીસ સ્ટેશન નજીક, એક ટ્રક અને કારમાં જોરદાર ટક્કર થઈ હતી, વાહનમાં 12 કામદારો બેઠા હતા, જેમાં 5 લોકોનાં મોત નીપજ્યાં હતાં. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ દરેક લોકો કટનીથી નીમચ મજુરી માટે જઈ રહ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અકસ્માત એટલો ગંભીર હતો કે, ગાડીના કાચ ઉડી ગયા હતા. 4 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં અને એક નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સાત લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અકસ્માત સવારે 4 વાગ્યે બન્યો હતો.
આ દુર્ઘટનાના સમાચાર મળતા જ સ્થાનિક લોકોની મદદથી પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી, તમામને ઉજ્જૈનની જિલ્લા હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છૂટયો હતો. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.
જિલ્લા હોસ્પિટલના તબીબોનું કહેવું છે કે, તમામ ઇજાગ્રસ્તોની સારવાર કરવામાં આવી રહી છે. ઘણા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. કોઈકનો હાથ ફ્રેક્ચર થઈ ગયો છે. ઓર્થોપેડિક અને સર્જનો ઇજાગ્રસ્તોની સંપૂર્ણ સારવાર અને સંભાળ લઈ રહ્યા છે.
સિટી મેજિસ્ટ્રેટ, ઉજ્જૈન યોગેશ કહે છે કે, ઝડપથી આવતો ટ્રક ગાડી સાથે અથડાયો હતો.. જેમાં ચાર લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને કેટલાકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ દરેક લોકો કટનીથી નીમચ મજુરી માટે જઈ રહ્યા હતા અને આ દુ: ખદ ઘટના માર્ગમાં બની હતી.
આ પણ વાંચો: ઓનલાઈન પૈસા કમાવા હોય તો આ 10 આસાન રસ્તા જાણી લો, કમાણી ની ગેરેન્ટી