ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના ચિત્રકૂટ(Chitrakoot) જિલ્લાના ભરતકુપ(Bharatkup) પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રાઉલી કલ્યાણપુર(Rauli Kalyanpur)માં ટામેટાંથી ભરેલા પીકઅપ વાહને ઘરની બહાર સૂતેલા લોકોને કચડી નાખ્યા. આ અકસ્માત(Accident)માં 6 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ મામલામાં સીએમ યોગી આદિત્યનાથે(Yogi Adityanath) મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ચિત્રકૂટ જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને અકસ્માતમાં ઘાયલ લોકોને તાત્કાલિક યોગ્ય સારવાર અને રાહત આપવાનો નિર્દેશ આપ્યો છે.
મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે. તે જ સમયે, સીએમ યોગીએ પીકઅપ ડ્રાઇવર રોહિત યાદવ સામે કડક કાર્યવાહીના નિર્દેશ પણ આપ્યા છે. હાલ પોલીસે પીકઅપ ડ્રાઈવર રોહિત યાદવની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભરતકૂપ પોલીસ સ્ટેશન વિસ્તારના રાઉલી કલ્યાણપુરમાં શનિવારે સવારે મંડી તરફ જઈ રહેલા પીકઅપ વાહને બેકાબૂ રીતે ઘરની બહાર સૂઈ રહેલા લોકોને કચડી નાખ્યા હતા.
આ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા, જ્યારે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઈવે બ્લોક કરી દીધો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે ગ્રામજનો ડીએમ અને એસપીને સ્થળ પર બોલાવવાની માંગ કરી રહ્યા છે. હાલ ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.