સુરત(ગુજરાત): રાજ્યમાં ગુનાખોરીનાં અનેક એવાં કિસ્સા સામે આવી રહ્યાં છે કે જે જોઇને સ્થાનિકોમાં ડરનો માહોલ છવાઈ રહ્યો છે. છતાં ગુનાખોરી સતત વધી રહી છે. ચોરી, હત્યા(Murder) અને બળાત્કારની ઘટનાઓ સતત સામે આવી રહી છે. છેલ્લા એક અઠવાડિયામાં દસ કરતાં વધુ હત્યાની ઘટના સામે આવી છે. ત્યારે ફરીવાર એવી જ એક ઘટના સુરત(Surat)ના પુણા વિસ્તાર(Pune area)માંથી સામે આવી છે. જેનાંથી સુરત શહેરમાં ચકચાર મચી જવા પામી છે. બંદૂકની અણીએ લૂંટ કરવાની ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. હાલ આ વીડિયો(Video) વાયરલ થઇ ગયો છે અને તેની મદદથી પોલીસ દ્વારા આરોપીની શોધમાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
કહી શકાય કે, સુરતમાં લૂંટારુઓને પોલીસનો ડર રહ્યો નથી. જેમાં સરથાણા વિસ્તારના કુબેર કારના મેળામાં એક ઇસમે બંદૂકની અણીએ લૂંટને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. લૂંટારુ ઇસમ કાર મેળામાં પ્રવેશે છે અને હાજર કર્મચારીને રિવોલ્વર બતાવે છે અને બાદમાં ગોળીબાર કરવાનો પ્રયાસ બંધ કરી દે છે.
કુબેર પાછળથી કારના મેળામાં લૂંટારાને એક બોક્સ આપે છે. જેમાં લૂંટારો લક્ઝુરિયસ કારની ચાવી લઈને ભાગી જાય છે. જોકે, દિવસના અજવાળામાં આ પ્રકારની લૂંટના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસની નિષ્ક્રિયતા પર અનેક સવાલો ઉભા થાય છે.
પોલીસ દ્વારા લૂંટ પાછળના હેતુ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, લૂંટની ઘટનાને પગલે પોલીસ દ્વારા તપાસ માટે જુદી જુદી ટીમો બનાવી આરોપીઓની ધરપકડ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.