ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં આવેલ કાલકાજી વિસ્તારમાં ગણતંત્ર દિવસ પહેલા જ ચોરીની એક મોટી ઘટના સામે આવી રહી છે. કાલકાજી માર્કેટમાં આવેલ એક જ્વેલરી શોરૂમમાંથી ચોરોએ કુલ 25 કિલોના ઘરેણા પર હાથ સાફ કરી દીધો હતો.
ચોરી કરેલ જ્વેલરીની કિંમત કરોડોમાં આંકવામાં આવી રહી છે. કાલકાજી વિસ્તારમાં આવેલ અંજલિ જ્વેલર્સની બહુમળીયા શૉપમાં ચોરોએ ધાડ મારીને કરોડોની જ્વેલરી લઈને છૂમંતર થઈ ગયા હતાં. પોલીસ દ્વારા આ મામલામાં નૂર નામની એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
સ્થાનિક દુકાનદારોનું જણાવવું છે કે, જ્યારે દુકાન ખુલી તો જાણવા મળ્યું હતું કે, દુકાનમાં રાખવામાં આવેલ કરોડો રૂપિયાના ઘરેણાં ગાયબ થઈ ગયાં છે. CCTV કેમેરામાં ચોર PPE Kit પહેરીને સીડીઓથી ઉતરતા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થયા પછી ઘટનાસ્થળ પર પોલીસ દ્વારા મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.
મળી રહેલ જાણકારી પ્રમાણે આ જ્વેલરી શોપમાં હંમેશા હથિયારબંધ સુરક્ષાકર્મી તૈનાત રહેતાં હોય છે તેમજ ગત રાત્રે પણ અહીં 4 જેટલા હથિયારબંધ સુરક્ષાકર્મી તૈનાત હતા. મામલાની પુષ્ટિ કરતાં DCP આર. પી. મીણા જણાવે છે કે, પોલીસને આ સંબંધમાં સૂચના મળી છે પણ હજુ સુધી કેટલી રકમની ચોરી થઈ છે, તેના વિશે શો રૂમના માલિકે જાણ કરવામાં આવી નથી. પોલીસ દ્વારા કેસ નોંધીને સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી છે.
આરોપીએ પહેરી હતી PPE કીટ :
ચોરીની ઘટનાને અંજામ આપવા માટે ચોર કેમેરામાં સીડીઓથી ઉતરતો જોવા મળ્યો છે. તેણે પોતાના ચહેરા તથા શરીરને ઢાંકીને રાખ્યો છે, જેને લીધે કેમેરામાં તેનો ચહેરો દેખાઈ ન જાય. મળી રહેલ જાણકારી પ્રમાણે આરોપી PPE કિટ પહેરીને આવ્યો હતો. પોલીસ દ્વારા આરોપીની ઓળખ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આરોપીનું નામ શેખ નૂર હોવાનું માનવામાં આવ્યું છે.
#WATCH | A man dressed in a Personal Protective Equipment(PPE) kit engages in theft in a jewellery shop in the Kalkaji area of Delhi
Visuals from the CCTV footage of the shop pic.twitter.com/cWQph6k4IJ
— ANI (@ANI) January 21, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle