ગુજરાત(Gujarat): ગતિશીલ ગુજરાતમાં ગતિશીલ શહેરમાં ધોળે દિવસે લુંટનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. લુખ્ખા તત્વોને જાણે કોઈ ખાખી વર્દીનો ડર જ ન રહ્યો હોય તેવી રીતે દિન દહાડે લોકો પર લુંટ ચલાવવામાં આવે છે. ત્યારે આવી જ એક ઘટના એક સામે આવી છે જેમા અસામાજિક તત્વો ધોળા દિવસે જ રસ્તા વચ્ચે લુંટ ચલાવી રહ્યા છે. સમગ્ર ઘટનાનો વિડીયો પણ કેમેરામાં કેદ થયો છે.
રાજ્યના મોરબી(Morbi) શહેરમાં કાયદો-વ્યવસ્થાના ખુલ્લેઆમ લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે. મોરબીના રવાપર રોડ પર ધોળા દિવસે લૂંટ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. મોટર સાયકલમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ રોકડ રૂપિયા લઈને જઈ રહેલા યુવાનને ભરબજારે બંદૂકના નાળચે લૂંટ(Robbery) ચલાવી હતી. લૂંટારુઓના હુમલામાં ઘાયલ થયેલ યુવાનને નજીકની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.
કાયદો-વ્યવસ્થાની ઐસી કી તૈસી: ભર બજારે બંદુકના નાળચે લાખો રૂપિયાની લુંટ- સમગ્ર ઘટના વિડીયોમાં થઇ કેદ #trishulnews #topnewstoday #gujaratinews #breakingnews #newsupdate #viralvideo pic.twitter.com/MH6hr7Cwbx
— Trishul News (@TrishulNews) September 29, 2021
મળતી માહિતી અનુસાર, મોરબી શહેરના રવાપર રોડ ઉપર દિન દહાડે બંદૂકને નાળચે લુંટ થઈ હતી. આ સમગ્ર ઘટનામાં અજાણ્યા શખ્સોએ ડરનો માહોલ ઉભો કરી દીધો હતો. મોટર સાયકલ ઉપર આવેલા બે શખ્સોએ બંદૂકના નાળચે રોકડ રૂપિયા લૂંટવાનો પ્રયાસ કર્યા બાદ ઈજાગ્રસ્ત યુવાન અને જાગૃત નાગરિકોએ પ્રતિકાર કરતા બન્ને શખ્સ નંબર પ્લેટ વગરના મોટર સાયકલમાં ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા અને સમગ્ર બનાવ અંગેની ઘટના કેમેરામાં કેદ થઈ જતા વિડીયો વાયરલ થયો છે અને ભોગ બનનાર ઈજાગ્રસ્ત થતા સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ઘટના અંગે મળતી વિગતો મુજબ, મોરબીના રવાપર રોડ ઉપર બાપાસીતારામ ચોક નજીક લીલાલહેર પાસે ગઈકાલે ભરબપોરે દિન દહાડે નંબરપ્લેટ વગરના મોટર સાયકલ ઉપર ઘસી આવેલા બે અજાણ્યા શખસોએ રોકડ રૂપિયા લઈને જઈ રહેલા યુવાનને બંદૂકના નાળચે લૂંટ ચલાવી હતી જેને લીધે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. પરંતુ ભોગ બનનાર યુવાને બહાદુરી પૂર્વક અને સાહસ દાખવીને બન્ને લુટારુઓનો સામનો કરી લુટારુને પાઈપના ઘા ઝીકી દીધા હતા અને આજુ બાજુમાં રહેલા લોકોએ પણ પાણા વાળી કરતા લૂંટારુ ઘટના સ્થળેથી નાસી છુટ્યા હતા અને તેમનાં હાથમાંથી લૂંટેલા રોકડ રૂપિયાનું બંડલ પડી ગયું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલમાં આ લૂંટારૃઓના હુમલામાં ઘાયલ થયેલ ભોગ બનનાર યુવાનને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.