સુરત(SURAT): શહેરમાં લુટારુઓનો આતંક વધી રહો છે. અવાર-નવાર લુંટ, ચોરી, મારામારી, હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજરોજ ફરી એકવાર ઉધના વિસ્તારમાં આંખના પલકારામાં 28 લાખની લૂંટ કરીને તસ્કરો ફરાર થયા હોવાની ઘટના સામે આવી છે. દિનદહાડે મની ટ્રાન્સફરના કર્મચારીને બાઈક પર આવેલા ત્રણ ઈસમો લુંટીને ફરાર થઈ ગયા હતા.
હાલમાં સમગ્ર ઘટનાના એક cctv ફૂટેજ પણ વાઈરલ થઇ રહ્યા છે. જેમાં સ્પસ્ટપણે જોવા મળી રહ્યું છે કે, બાઈક પર જઈ રહેલા મની ટ્રાન્સફરના કર્મચારી પાસેથી બાઈક પર આવેલા ત્રણ લૂંટારુ 28 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને રફૂચકર થઈ ગયા હતા.
લુંટની ઘટના બનતા પોલીસને જાણ કરવામાં અવી હતી. 28 લાખ રૂપિયાની લૂંટની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચ તેમજ ઉધના પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે આવી પહોચ્યો હતો. હાલમાં સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી હતી. પોલીસે બાઇક પર આવેલા લૂંટારુને પકડી પાડવાની દિશામાં તપાસ શરૂ કરી છે.
DCP સજ્જનસિંહ પરમારએ જણાવ્યું હતું કે, સગરામપુરામાં સાઈ સિટી અને સાઈ સમર્થથી મની કલેક્શન અને મની ટ્રાન્સફરનું કામ જગદીશ ચોક્સી કરી રહ્યા છે. આજે ઓફિસથી નીકળી ઉન, સચિન, ભેસ્તાન અને પાંડેસરાના ડિલરો પાસેથી મની કલેક્શન કરી બપોરના સમયે ઘર તરફ જઈ રહ્યા હતા. બાઈકમાં પેટ્રોલ પુરાવવા માટે સર્વિસ રોડ પર જઈ બાઈક ધીમી કરી હતી. દરમિયાન પાછળથી ત્રણ સવારીમાં બાઈક સવારોએ આવી બેગ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. બેગમાં 28 લાખથી વધુની રોકડ રકમ હતી. હાલ ફરિયાદની તજવીજ ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.