લગ્નના બે જ અઠવાડિયામાં થયો મોટો ખુલાસો: રોહનપ્રીત નેહા સાથે લગ્ન કરવા તૈયાર ન્હોતો, પણ…

સિંગર નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહના લગ્નને બે મહિના થવા જઈ રહ્યા છે. બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને સોશ્યલ મીડિયા…

સિંગર નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહના લગ્નને બે મહિના થવા જઈ રહ્યા છે. બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને સોશ્યલ મીડિયા પર પણ પોતાનો પ્રેમ વ્યક્ત કરતાં રહે છે. હાલમાં જ કપિલ શર્માના શો પર નેહા કક્કરે રોહનપ્રીત સિંહ સાથેના તેના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી. તેણે તેના લગ્ન અંગે ઘણાં ઘટસ્ફોટ કર્યા હતા. કપિલ શર્મા શોમાં નેહા કક્કર અને રોહનપ્રીતસિંહે તેમની પહેલી મીટિંગ વિશે પણ વાત કરી હતી. તેઓ ચંદીગઢ પહેલી વાર મળ્યા હતા.

નેહા કક્કડે કહ્યું કે, રોહનપ્રીતને પણ પહેલી મીટિંગ સાથે જોડાયેલી બધી બાબતો યાદ છે. રોહને કહ્યું કે તેમને એક ઓડિશન માટે બોલાવવામાં આવ્યા હતા અને જે ગીત પર તેમને ઓડિશન માટે બોલાવવામાં આવ્યા હતા તે નેહાએ લખ્યું હતું અને સંગીત પણ નેહાએ આપ્યું હતું. હવે વાત એ હતી કે રોહનને નેહાની અને નેહાને રોહનની કઈ વિશેષતાઓ સારી લાગે છે. તો રોહને આ વિશે કહ્યું કે નેહાને મળીને તેમના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું. રોહને કહ્યું કે-લોકોને નેહા જેટલી સારી લાગે છે એ વધારે સારું કારણ છે.

નેહાએ રોહન વિશે વાત કરતા કહ્યું કે, તે ખૂબ જ ક્યૂટ અને પ્રેમાણ છે અને રોહનની આ જ વિશેષતા નેહાને તેની નજીક લઈ ગઈ. નેહાએ વધુમાં કહ્યું કે તે એક સારો વ્યક્તિ પણ છે અને હેન્ડસમ પણ છે. નેહાએ પણ ખુલાસો કર્યો હતો કે શૂટિંગ પૂરું થયા બાદ રોહને નેહા પાસે સ્નેપચેટ આઈડી પણ માંગી હતી. પરંતુ તેણે નેહાને વોટ્સએપ પર મેસેજ કર્યો. નેહાએ કહ્યું કે શરૂઆતમાં રોહનપ્રીત થોડો અચકાતો હતો. તે વારંવાર કહેતો હતો કે તે 25 વર્ષનો છું. લગ્ન માટે વાર છે. પરંતુ એક દિવસ રોહને તેના તરફથી નેહાને કહ્યું કે હું તારા વગર નહીં જીવી શકું. પછી લગ્નનો નિર્ણય કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *